________________ 490 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પણ આજીજીપૂર્વક બુરી પાસે આવી તેની મરજી માફક કરવા કબૂલ થયા. આ તકને લાભ લઈ બુસીએ નિઝામ સાથે તા. ૪થી ડિસેમ્બર, સને 1753 ને દીને નવું તહનામું કર્યું, અને લશ્કરના ખર્ચ પેટે ઉત્તર સરકારને ઉત્કૃષ્ટ પ્રાંત પિતાના તાબામાં લઈ લીધે. આ પ્રાંતનું વાર્ષિક ઉત્પન્ન 40 લાખ રૂપીઆ હતું, અને આ વિસ્તીર્ણ મુલક ફ્રેન્ચના કબજામાં આવવાથી 470 માઈલના સમુદ્ર કિનારા ઉપર તેમની સત્તા લંબાઈ અને ગંજામ, ચિકાકેલ, વિજયનગર, વિશાખાપટ્ટણ, કેરિંગા, યુનાન, મચ્છલિપટ્ટણ, એલોર, નિઝામપટ્ટણ, વગેરે તે પ્રદેશનાં મોટાં શહેરે તેમને મળ્યાં. ટુંકમાં આ વેળા કર્નાટકમાં ફ્રેન્ચ લેકેને જે ભારે નુકસાન થયું હતું તે ઉપર પ્રમાણે ભરપાઈ થઈ જવા ઉપરાંત તેમને ઘણો ફાયદો થશે. કેલકરાર થતાંજ બુસીએ હૈડી ફેજ તથા કેટલાક અમલદાર મોકલી આ નવો પ્રાંત પિતાના તાબામાં લીધું અને ત્યાંને કારભાર શરૂ કર્યો. આ વાત સયદ લશ્કરખાનને બીલકુલ પસંદ પડી નહીં, કારણ એથી તેને રચેલે સઘળો બેત ઉલટાઈ ગયે, કેન્ચ લેક અતિશય પ્રબળ થયા, અને આ નિઝામશાહીને મુલક તેઓ હસ્તગત કરશે કે શું એવો રંગ દેખાવા લાગ્યો. આ દરમિયાન નાના તરેહના પ્રયત્ન કરી ફ્રેન્ચ પ્રાબલ્ય કમી કરવા તે મથન કરી રહ્યો હતો, પરંતુ બુસી આગળ તેનું કંઈ પણ ચાલ્યું નહીં, અને નિઝામની તેના ઉપર ઇતરાજી થતાં, તેણે રાજીનામું આપી નોકરી છોડી દીધી. એની પછી શાહ નવાજખાન નામને એક ગરજમતલબી ગ્રહસ્થ દીવાનપદ ઉપર આવ્ય; તેણે બુસી સાથે મિત્રાચારી રાખી રાજ્યની સઘળી વ્યવસ્થા કેન્ચ તંત્ર અનુસાર ચલાવી. એમ છતાં ફ્રેન્ચ લેકને લાગવગ વધેલા જોઈ ભોંસલે તથા બીજા મરાઠા સરદારોને અનેક પ્રકારની અકળામણ થઈ અને તે નિર્મળ કરવા માટે તેમણે સતત પ્રયત્ન ચલાવ્યું. એટલામાં નિઝામને લઈ બુસી હૈદ્રાબાદ ગ, અને ત્યાં બે મહિના રહી મચ્છલિપટ્ટણ તરફના પ્રદેશની વ્યવસ્થા કરવા માટે જુન, 1754 માં તે તરફ ચાલ્યા ગયે. બુસીના જતા પહેલાં નિઝામે દરબાર ભરી આપ અમને છોડી ચાલ્યા જાઓ નહીં, તમારા