________________ પ૪૬ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કરી લેવાની પરવાનગી આપવાની નવાબને જરૂર પડી. આટલું મેળવીને તેઓ સ્વસ્થ બેઠા નહીં. તેમણે કલકત્તામાં ફેર્ટ વિલિયમને કિલ્લે બાંધે, કાસીમબઝારની વખારની કિલ્લેબંધી કરી, મરાઠા ખાડી દુરસ્ત કરી અને કવાયત શીખવી તેઓએ પિતાનાં લશ્કર તૈયાર કર્યો, તોપ તથા બંદુકથી તેઓ સજ થયા, અને કાન્સ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આવશે એ સબબ ઉપર બંદરમાં કાયમને કાલે રાખે. કર્નાટકમાં પણ તેમની શક્તિ વધેલી હતી. આ સઘળું થતું જોઈ નવાબ અલિવદખાનને ભારે ધાસ્તી ઉપજી હતી, પરંતુ તે દૂર કરવા તે જીવ્યા નહીં. માત્ર મરણ સમયે ભવિષ્યમાં કેવાં કૃત્ય કરવાં તે તેણે પિતાના પાત્રને જણાવ્યું. , એ અરસામાં બંગાળાના અંગ્રેજોની સ્થિતિ કંઈ વિલક્ષણ થતી હતી. નવાબ તરફથી તેઓને ધમકીના પત્ર તેમને મનસુબે જેમ બને તેમ લશ્કરી દેબસ્ત વધારવા માટે થતું હતું, પણ ઈગ્લેંડની સરકાર તરફથી તેમને વારંવાર તે માટે ઠપકે આવતું હતું. “નવાબની મારફત તમારો બચાવ કરી લે; પિતાને લશ્કરી બંદોબસ્ત કરવાના લોભમાં પડતા નહીં,” એ સ્પષ્ટ હુકમ તેમને મળ્યો હતો. આ હુકમને ખુલ્લી રીતે અનાદર કરવાની તેમનામાં હિમત નહતી, છતાં બને તેટલે પિતાના બચાવ માટે બંબસ્ત તેમણે કર્યો. દ્વિઅર્થી મુત્સદ્દીપણું લડાવી પિતાનું કામ કહાડી લેવાને તેમને ઈરાદે હતો. આ મુત્સદ્દીપણું પૂર્વમાં હેય કિંવા પશ્ચિમમાં હોય તો પણ તત્કાલીન વ્યક્ત થતી પરિસ્થિતિમાં તે અનિવાર્ય હોય એમ તેઓ સમજતા.* અંગ્રેજોના માલ ઉપર જકાત માફ હતી; પણ મરછમાં આવે તેવા સ્વજાતિના માણસને અથવા દેશી વેપારીને જકાત મારીના દસ્તક તેઓ આપતા, એથી નવાબનું જકાત ઉત્પન્ન ઘણું ખરું નાશ પામ્યું હતું, દેશીઓને વેપાર નિર્મળ થયા હતા, અને તેમણે પિતાની હદમાં કેટલાક કર બેસાડ્યા હતા. એ સઘળું નવાબને કેમ રૂચે? સને ૧૭૧૭નું ફરૂખશીઅરનું ફરમાન વાંચી જોતાં તે ઘણું વિચિત્ર જણાય * Plassey by Akshay Kumar Mitter, Modern Review, July 1997.