________________ 574 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જ. ની સરતનો ભંગ કર્યો છે. સબબ અમે મુર્શિદાબાદથી હુગલી આગળ આવેલા હોવાથી હવે નદી ઉતરી તમારી છાવણ ઉપર હલ્લે કરનાર છીએ. પણ તે પહેલાં સલાહના સંદેશા ચલાવી તમારે વેપાર પૂર્વવત્ ચાલુ કરે. હેય તે તે બાબત વિચાર ચલાવવા વકીલ મોકલવા.' કલાઈવને વિચાર તહ કરવાને નહોતે, એમ છતાં તહનામાં માટે વિચાર ચલાવવા અંગ્રેજ વકીલ આવ્યું, તે પણ બન્ને પક્ષ લડવા માટે ઉત્સુક હોવાથી તહ ન કરતાં, તા. 5 મી ફેબ્રુઆરી સને 1757 ને દીને કલાઈવ તથા નવાબ વચ્ચે એક ઘણી સખત લડાઈ થઈ એમાં ઉભય પક્ષનાં પુષ્કળ માણસે માર્યા ગયાં. જેટલી ખૂનરેજી અહીં ચાલી તેટલી લાસીની લડાઈમાં પણ થઈ નહતી. આ લડાઈ થયા બાદ બંને પક્ષ વચ્ચે તહની સરતો ઠરી, અને તેઓએ સહી સિક્કાવાળા કરારના દસ્તાવેજ એક બીજાને કરી આપ્યા હતા. 9 ફેબ્રુઆરી, સ. 1757). એ કરારની રૂએ ઉપર કહેલી અંગ્રેજોની સઘળી માગણીઓ નવાબે કબુલ કરી. આ અલીનગરનું તહનામું કહેવાય છે. વાસ્તવિક રીતે આ ટંટાને અંત અહીંજ આવવો જોઈતું હતું, પણ અંગ્રેજોના મનમાં અતિશય વસવસો હોવાથી તેમ થયું નહીં. નવાબે તેમનું નુકસાન ભરી આપવાની એક કલમ હતી, પણ તેમાં લેકેના ખાનગી નુકસાન બાબત કંઈ ઉલેખ નહતો. અંગ્રેજોની ધન તૃષ્ણ હદપાર હેવાથી, અને દરેક જણ પિતાનું ખીસું તર કરવાની ઉતાવળમાં પડેલું હોવાથી કરારની શરતે બરાબર પાળવાનું તેમના મનમાં બીલકુલ નહોતું. તેમાં વળી ખુદ કલાઈવની મહત્વાકાંક્ષાની મર્યાદાજ નહોતી. તેને બીજા સઘળા સાથે અણબનાવ હોવાથી કેવળ સ્વછંદી રીતે મરજી માફક વર્તવાને તે ઉત્સુક્ત થે. આ સમયે તેણે પિતાના પિતાને લખેલા પત્ર વાંચવાથી તેની મહત્વાકાંક્ષા તથા હેતુ વિશે ખાતરી થાય છે. છે,