________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. પ૭૩ અનેક ઠેકાણું બાળી નાશ કર્યો. આ વખતે અંગ્રેજોએ વલંદા કેની વખારો. સુદ્ધાં લૂટી હતી. તા. 18 મીએ નવાબના સઘળા કિલ્લા તથા અનાજના પાક બાળી અંગ્રેજ ફેજ કલકત્ત પાછી ફરી. આથી કરી અગાઉના વ્હીકણ અંગ્રેજો તેઓ નહોતા એવી લેકેની ખાતરી થઈ તથા તેમનાં વહાણ ઉપરની ભયંકર તોપની ભારે દહેશત તેમનામાં ઉપજી. અંગ્રેજોના દેશી સિપાઈઓ પણ પિતાના અંગ્રેજ મળતીઆના જેવાં જ પરાક્રમ કરતા હતા, અને કલાઈવને સઘળો આધાર તેમના ઉપર હતા. નવાબને આ ખબર મળતાં તે મુર્શિદાબાદથી નીકળી દક્ષિણ તરફ વળે. તેની ફરજ બીલકુલ તેના કહેવામાં નહતી, એટલે કેન્ચ તથા વલંદા સાથે સ્નેહ જોડવા માટે તેણે અંદરખાનેથી કારસ્તાન ચલાવ્યાં. કલાઈવની સાથે પણ તહ કરવાના હેતુથી તેણે પત્રવ્યવહાર શરૂ કર્યો. આ કામ માટે ફ્રેન્ચના બે વકીલો કલકત્તા કૌન્સિલ પાસે આવ્યા, ત્યારે કૌન્સિલે હેઠળની સરતે તહ કરવા જણાવ્યું–(૧) અંગ્રેજોને થયેલું સઘળું નુકસાન ભરી આપવું, (2) બંગાળ પ્રાંતમાં તેમને સઘળો વ્યવહાર અગાઉ પેઠે ચાલવા દેવો, (3) તેમને પિતાની મરજી માફક પિતાનાં સંસ્થાનને કિલ્લેબંધી કરવા દેવી, અને (4) કલકત્તામાં પિતાની એક ટંકશાળ બાંધવાની તેમને પરવાનગી આપવી. આ સરત એટલી કડક છે, કે જાણે અંગ્રેજોએ નવાબનો પરાભવ કર્યો હોય, એમ એના ઉપરથી દેખાય છે. એમ છતાં પહેલી ત્રણ સરતે નવાબે કબૂલ કરી, અને એથી ટંકશાળની બાબત પિતાના અધિકારની નથી, તેને માટે બાદશાહની પરવાનગી જોઈએ એમ જાહેર કર્યું. તે પણ ગમે તેવાં કારણે કહાડી કલાઈવે તહના સંદેશા તરછેડી કહાડ્યા, કેમકે લડવાની ઈંતેજારી તેને વિશેષ હોવાથી તેને તહ કરવી નહતી. પેલીમેર નવાબ પણ ગુસ્સે થઈ ગયો હતે ફરીથી એકવાર અંગ્રેજોને માર મારવાના ઉદ્દેશથી તે ફેબ્રુઆરીની શરૂઆતમાં કલકત્તા ઉપર ચડી આવ્યો, અને અમીચંદના બાગમાં છાવણી નાખી પડશે. રરતામાં હુગલીથી નવાબે નીચેને પત્ર અંગ્રેજોને લખ્યો. “તમે હુગલી શહેર કબજે કરી લૂટયું છે, અને અમારી રૈયત સાથે લડાઈ કરી વેપાર