________________ પ્રકરણ 20 મું. ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 571 ઇંગ્લેડથી હિંદુસ્તાનમાં મદદ આવતી હતી. તા. 19 મી સપ્ટેમ્બરે ઇગ્લેંડથી બે વહાણો આવી પહોંચતાં, કર્નલ લાઈવ તથા એડમીરલ ટસનને બંગાળામાં મોકલવાનો ઠરાવ થયો. લાઈવ કંપનીનો નેકર હોવા ઉપરાંત ઈગ્લેંડ સરકારના લશ્કરમાં તેની નિમણુક થઈ હતી. આથી મદ્રાસમાં રહેતી કંપનીની તેમજ સરકારની બને ફેજનું ઉપરીપણું સ્વીકારવાને કલાઈવ યોગ્ય હતે. એકંદર ઘણું મોટું લશ્કર બંગાળા તરફ રવાના થયું, એમાં છ યુરોપિયન હતા. તા. 16 મી અકટોમ્બર સને 1756 ને રેજે વૈટિસનનાં વહાણ મદ્રાસથી ઉપડ્યાં. “નવાબ સાથે નકામે રંટ કરવો નહીં, સલાહ કરી વેપાર શરૂ કરે " એવા આશયના સફારસ પત્રો મદ્રાસમાંના અંગ્રેજોએ નિઝામ તથા આર્કટના નવાબ પાસેથી લઈ કલાઈવની સાથે મોકલ્યા હતા, અને બંગાળા પ્રાંતમાં કંપનીના વહિવટની કાયમની સુવ્યવસ્થા કરવાનો નિશ્ચય કર્યો હતો. આ કામમાં યશ મળ્યા વિના રહેશે નહીં એમ સઘળાની ખાતરી હતી. લાલી મદ્રાસ આવી પહોંચે તે અગાઉ સર્વ કામ ફતેહ કરી કલાઇવ મદ્રાસ પાછો આવે એવી ત્યાં સર્વની ઈચ્છા હતી. આ લશ્કરને હુગલી પહોંચતાં દેઢ મહિને લાગ્યો. તા. 13 મી ડીસેમ્બરે વૅટસન, ડેક અને હલની મુલાકાત થઈ અને બે દિવસ રહી તા. 15 મીએ કલાઈવે નવાબ સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો. એમાં નવાબ સામા યુદ્ધ કરવાને અંગ્રેજને આશય જાહેર થયે, કેમકે વૈટસન અને કલાઈવે તેને લખેલા પત્ર સખત ધમકીના હતા. નવાબે આ પત્રોને કંઈ જવાબ વાળ્યો નહીં. વહાણોને નદીમાંથી અગાડી લઈ જવાનો માર્ગ દેખાડનાર કે માહિતગાર અંગ્રેજો પાસે નહોતું. તેમનાં ઘણું માણસો માંદગીને બીછાને પડેલાં હતાં અને કેટલાકને ટાઢીઓ તાવ આવતું હતું. એમ છતાં આ વહાણો થોડે ઉપર ગયાં એટલે અચાનક નવાબની ફેજમાંથી બે માઈલના ટપ્પાને ભાગ નીકળી આવ્યો. અહીં ઉભય વચ્ચે ઝપાઝપી થઈ તેમાં બનેને ભારે નુકસાન થયું. કલકત્તામાં રહેતે નવાબને અધિકારી માણેકચંદ બંદુકને અવાજ સાંભળતાંજ મુર્શિદાબાદ નાસી ગયો. તા. 2 જી જાનેવારીએ કલકત્તાને ફેર્ટ વિલિઅમને કિલ્લે વધુ મહેનત