________________ 570 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એકત્ર થવા પછી કન્સિલને કારભાર અગાઉ માફક ચાલવા લાગ્યો. તેમણે નવાબને ડાહ્યા ડાહ્યા કાગળો લખ્યા પણ પિતે વેર લેવાની તજવીજ કરતા હતા તેની તેને ખબર પડવા દીધી નહીં. તા. 25 મી ઓકટોબરે બલરામગઢનું થાણું તેમણે કબજે કર્યું, અને ત્યાં સઘળે વહિવટ પિતાના હાથમાં લઈ કારભાર શરૂ કર્યો. એ થાણું ખુલ્ટાથી થોડેક દુર બાલાસરનજીક પૂર્વ કિનારા ઉપર છે. આ વેળા વૅન હેસ્ટીંગ્સ મુર્શિદાબાદમાં હતો એટલે તે ત્યાંની સઘળી હકીક્ત લખી મેકલતે હતે; પરંતુ તા. 10 મી અકબરે નવાબે તેને હાંકી કહાળ્યો એટલે તે તરફની બાતમી મળતી બંધ થઈ. આથી હવે પછીના કામની તજવીજ કરવામાં ઘણું દિવસ નીકળી ગયા. ડીસેમ્બર માસમાં ઇંગ્લેંડથી આવેલા હુકમ અવય સઘળો કારભાર તથા વ્યવસ્થા કરવા માટે એક નવી સિલેકટ કમિટી નીમવામાં આવી, તેમાં ક, વેટસ, ફલેચર, મેડૅિમ અને હૈધેલ હતા. આ કમિટી હસ્તીમાં આવતાં પૂર્વની કન્સિલ બંધ પડી. બંગાળ પ્રાંત છતી સઘળી રાજ્યક્રાન્તિ પાર ઉતારવાનું કામ આ કમિટીએ જ કર્યું. કૅરીન ડીપાર્ટમેન્ટ (Foreign Department) એટલે પરરાજ્ય સંબંધી ખાતું, એ નામની હિંદુસ્તાન સરકારની એક સાખા આસિલેકટ કમિટીમાંથીજ બનાવવામાં આવી. બંગાળા ઉપર સંકટ આવવાની ખબર મદ્રાસમાં મળતાંજ મેજર કીધેટીક થોડાં માણસે લઈ $ટા આવ્યો તે ઉપર જણાવવામાં આવ્યું છે, પણ માંદગીના સબબે બત્રીસ માણસ મરણ પામ્યાં. કાસીમબજારની વખાર હાથમાંથી ગયાની બાતમી તા. 3 જી ઑગસ્ટે તથા કલકત્તા પડવાની બાતમી તા. 17 મી ઓગસ્ટે મદ્રાસમાં મળી. ત્યાં અનુભવી લૉરેન્સ સેનાપતિ હતા, પણ તે શરીરે ઘણે અશક્ત હત; ગવર્નર પિગટ લડવૈયો નહતે; એડમીરલ વૉટસન કાફલાને મુખી હતું, પણ તે કંપનીને નોકર નહતે; તે તે ઈંગ્લડ સરકારનો હિંદુસ્તાનમાં રહેતા કાફલાનો સરદાર હતા. વરસાદના દિવસ હેવાથી મદદ મોકલવાની એકદમ ઉતાવળ નહીં કરવી એમ વૉટસનનું તેમ બીજાઓનું કહેવું હતું. આજ અરસામાં યુરોપમાં ઇંગ્લંડ તથા કાન્સ વચ્ચે યુદ્ધ શરૂ થવાને રંગ જામ્યો હતો, અને તેથી