________________ 569 પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 16 અકટોબર) મુર્શિદાબાદ પાછા ફર્યા પછી નવાબે પિતાની લત ગણું જોઈ તે જડ જવાહર બાદ કરતાં તે કુલ્લે 68 કરોડ રૂપીઆ થઈ એમ એક ઠેકાણે નોંધ થયેલી મળી આવે છે. ડેક અને તેને કાફલો તા. 26 મી જુને ફટામાં દાખલ થયો. અહીં તેમને વલંદા લેકાએ અન્નસામગ્રી વગેરે પુરું પાડ્યું, પણ ફ્રેન્ચ તરફથી કંઈ મદદ મળી નહીં. તેઓને વહાણ ઉપર ખુલ્લી હવામાં તાપ તથા વરસાદ ખાતાં પડી રહેવું પડયું. વળી ગરમી ઘણી સખત હોવાથી તેઓ ઘણાજ હેરાન થયા. આવી સ્થિતિમાં તેમનાં મન શાંત નહતાં; બનેલા બનાવને દેષ એક બીજા ઉપર ઢળી પાડી, એક બીજાની ખોડ કહાડવામાં તેઓ મશગુલ રહેતા. આ સ્થિતિમાં તેઓ છુટામાં શું કામ પડી રહ્યા તે સમજાતું નથી. ધીમે ધીમે આસપાસના દેશી લેકે પાસેથી તેમને ધાન્ય વગેરે મળવા લાગ્યું. બીજે ઠેકાણેથી નાસી આવેલા માણસે પણ તેમને અહીં મળ્યાં. એ પછી તેમણે નવાબના દરબારમાંના મુખ્ય અમલદારને એક પત્ર વેટસની મારફતે મોકલાવ્યા, પરંતુ તેને કંઈ ઉપયોગ થયો નહીં. કુલ્ટામાં ડેકની સત્તા કોઈ પણ અંગ્રેજ કબૂલ કરતે નહીં. પહેલો ગવર્નર તથા કૌન્સિલર તે પોતે જ છે એમ તે કહે, પણ તેનું કહેવું કોઈ સાંભળતું નહીં. તા. 13 મી જુલાઈએ મૅનિંગહમ અને લેબમને તેણે મદ્રાસ મોકલ્યા, અને કલકત્તાની સઘળી હકીકત જણાવી હવે પછી શું કરવું તેને વિચાર કરવા વિનંતિ કરી. આ ગ્રહ તા. 12 મી ઑગસ્ટે વિશાખાપટ્ટણ આવ્યા. તેમના જવા પહેલાં મદ્રાસમાં ખબર પહોંચવાથી મેજર કીપેટ્રીક બસો માણસે લઈ દરીઆ માર્ગ તા. 31 મી જુલાઈએ કુલ્ટા આગળ આવી પહોંચ્યા. તા. 13 મી ઑગસ્ટ લગીમાં વેટસ, હૈધેલ વગેરે કન્સિલનાં સઘળાં માણસો અહીં એકઠાં થયાં ત્યારે જ એકંદર શું બન્યું તેની ખરી હકીકત સાંભળતાં સઘળાની આંખ ઉઘડી. કીપેટ્રીકના આવવાથી વિશેષ ફાયદો થયો નહીં. તેની સાથે આવેલાં તેમજ બીજાં ઘણું માણસે કુલ્ટાના સખત તાપમાં આજારી પડ્યાં, તેથી એક વહાણને દવાખાના તરીકે જ જુદું રાખવું પડ્યું. સઘળાઓના