________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 567 નવેમ્બરને છે. આ ત્રણ પત્ર તેમજ એવા બીજા પુત્ર ઉપરથી આ બનાવની ઉપર કહેલી હકીકત ભરોસા લાયક ઠરે છે. હાલમાં બંગાળી ભાષામાં “સુરાજઉદ-દૌલા' નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું છે તેમાં “અંધારી કોટડી'ની સઘળી હકીકત બનાવટી હેવાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, પણ તે ખરું લાગતું નથી. કલકત્તાનાં સરકારી દફતરની ચારવણું કરી તે સમયને સઘળે પત્રવ્યવહાર હિંદુસ્તાન સરકારના હુકમ અન્વયે મી. હીલે છપાવ્યો છે, તે વાંચવાથી “અંધારી કોટડી' ને બનાવ ખરે હોવા વિષે શક રહેશે નહીં. એ બનાવ તા. 20 મી જુને બન્યો, ત્યાર પછી 18 મી જુલાઈ સુધી એટલે સુમારે એક મહિના લગી હૉલ્વલે તે માટે કંઈ લખ્યું નહીં, તેટલાજ કારણથી એ બનાવ ખોટે ઠરતે નથી. હૉલની પ્રકૃતિ સારી ન હોવાથી તેમજ પત્ર લખવાનાં સાધને ન મળવાથી તેણે આ હકીકત તરત લખી મોકલી નહીં હશે. વળી મુસલમાન ઈતિહાસકાર એ વિષે કંઈ લખતા નથી તેટલા ઉપરથી પણ તે ખોટું માની શકાતું નથી. કલકત્તાની હકીકત મદ્રાસ તા. 16 મી ઑગસ્ટ, ઈ. સ. 1756 ને રોજે, તથા લંડન તા. 12 મી જુન 1757 ને દીને પહોંચી. લંડન ગયેલી બાતમી, પારીસ તથા આયર્લેન્ડમાં ગયેલા ખાનગી પત્રો ઉપરથી મળી હતી. લંડનમાં મળેલી ખબર ઉપરથી એકદમ હાહાકાર થાય નહીં તથા વેપારી લેવડદેવડ ઘોટાળામાં પડે નહીં એ હેતુથી અધિકારીઓ ઘણી સાવચેતીથી વર્યા. કલકત્તા પરત લીધાની વાત તેઓએ ફેલાવી, અને આ ભાંજગડમાં કંપનીને ઘણું નુકસાન થયું નથી એમ બાપકાર જાહેર કર્યું. ડેક તથા બીજા કેટલાક માણસોને પાછાં બોલાવી લેવા સિવાય તેમણે કઈને કઈ પણ પ્રકારની શિક્ષા કરી નહીં, તેમ એ બનાવ માટે વિશેષ તપાસ પણ કરી નહીં. થોડા જ વખતમાં સઘળો ટે મટી જવાથી તથા મીરજાફર પાસેથી જોઈએ તેટલા પૈસા કહેડાવવામાં આવ્યાથી સઘળા પક્ષની સમજુત થઈ મદ્રાસથી મદદ આવતાં આપણે છટકે થશે એમ કુલ્ટામાં રહેલા અંગ્રેજોને લાગતું હતું, પણ તેમ ન થવાથી તેમની ઘણી અવદશા થઈ. મદ્રાસમાં આ ખબર પહોંચવાથી જે ગભરામણ થયું તેને લીધે આગળ