________________ 562 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઉપરનાં રૂવાં ઉભાં થયા વિના રહેતાં નથી. કેદી લેકના પ્રાણ ગુંગળાઈ જતાં તેઓ ગાંડા જેવા થઈ ગયા; તેઓએ એક બીજાના પગ આગળ ટુટી પડી અતિશય ગડબડ મચાવી. પહેરાવાળા પાસે પાણી માગતાં ઘણી મહેનતે થોડુંક પાણી બારીના ગજમાંથી તેમને મળ્યું. તે ઉપર એકદમ સધળા એવા ટુટી પડ્યા કે બે ચાર ટીપાં પણ પાણી પણ દરેકને મળ્યું નહીં. “અમને ડુચા મારી ઠાર કરે, નહીં તે નવાબને કહી અમને છૂટા કરે” વગેરે અનેક વિનવણ તેઓએ કર્યો પણ તે તરફ કેઈએ લક્ષ આપ્યું નહીં. “નવાબની ઉંઘ ખલેલ કરી શકાતી નથી” એટલેજ જવાબ પહેરાવાળાએ આવે, અને પિતે આ લેકોની હાલત જોઈ મજાહ મારતા સ્વસ્થ બેસી રહ્યા. આ બનાવનું બારીક વર્ણન હૈલે આપ્યું છે તે વાંચતાં બંગાળામાંના આ પ્રકરણ માટે મનમાં તિરસ્કાર ઉપજે છે. સવાર પડતાં 146 માંથી ફક્ત 23 આસામી અધમુઆ થયેલાં બહાર આવ્યા, તેમાં પેલી એક બાઈ જીવતી હતી. અંગ્રેજોએ કિલ્લામાં પુષ્કળ પૈસા દાટી મુક્યા છે એવી ખબર નવાબને ઘણા દિવસ થયાં મળી હતી, અને એ પૈસો મેળવવા તેની મેટી આકાંક્ષા હતી. અતિશય મહેનત પછી તેને અંગ્રેજ તીજોરીમાંથી ફક્ત પચાસ હજાર રૂપિઆને અવેજ મળ્યો, એટલે સવાર થતાં જ તેણે હેલ્વેલને પિતાની મુલાકાતે બેલા. હોલે પિતાને એ બાબત કંઈ પણ ખબર હેવાને ઈનકાર કરવાથી તેને તથા બીજા બે આસામીઓને નવાબે મીરમદન નામના પિતાના અધિકારીના હવાલામાં સેવા. બહુધા આ સઘળું અમીચંદના કહેવા ઉપરથીજ થયું હશે, કારણ અમીચંદ અને કિસનદાસ બને હવે કેદમાંથી છૂટી નવાબના મેટા માનીતા થઈ પડવા હતા, અને નવાબે તેમને પિશાક વગેરે આપી ખુશ કર્યા હતા. મીરમદન આ કેદીઓને એક બળદની ગાડીમાં ઘાલી અમીચંદના બાગમાં લઈ ગયા. ત્યાં એક દિવસ રાખ્યા બાદ તેમને સખત તાપમાં ચલાવતા ગોદીને નાકે લાવવામાં આવ્યા. એટલામાં તેમને સર્વાગે ગરમીથી ગોડ ફૂટી નીકળ્યાં. તા. ૨૪મીએ ઘણું કરીને નવાબના હુકમ અન્વયે તેમને વહાણ