________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 563 ઉપર ચડાવી મુર્શિદાબાદ મેકલવામાં આવ્યા. તેઓ ત્યાં તા. 7 મી જુલાઈ એ પહોંચ્યા, અને નવાબ પણ તા. 11 મીએ આવી લાગે. તા. 16 મીએ તેમની મુલાકાત લીધી ત્યારે તેમની ભયંકર દુર્દશા જોઈ નવાબનું કઠેર હદય પણ પીગળ્યું. તરત જ તેણે બેડી તેડી પાડી તેમને છૂટા કર્યા, અને “તેમને છોડી દેવા, અને જોઈએ ત્યાં જવા દેવા, અને રસ્તામાં કોઈ તેમને હેરાન કરે નહીં એવી તજવીજ કરવા " સ્પષ્ટ હુકમ તેણે પિતાના અધિકારીઓને આપે. હજી તેમને કેદમાં રાખવાથી છુપાવેલે અવેજ કેથેથી પણ તેઓ બતાવશે માટે તેમને અત્યારમાં છોડી નહીં દેવાનું ઘણાકાએ નવાબને સૂચવ્યું, પણ તેણે તે બીલકુલ માન્યું નહીં. આ પ્રમાણે છૂટકે થતાં તે ત્રણે જણું વલંદાઓની ટંકશાળમાં ગયા. અહીં કેટલાક દિવસ આરામ લઈ તેઓ હુગલી નદી માર્ગે પુટામાં રહેલા બાકીના અંગ્રેજોને તા. 12-13 મી ઓગસ્ટે આવી મળ્યા. - તા. 21 મી જુને સવારે કિલ્લામાંથી ઉપરના ત્રણ અંગ્રેજો સિવાય બીજે 20 માણસે જીવતાં પકડાયાં તેમને નવાબે છેડી મુક્યા પછી તેણે કલકત્તા શહેર કબજે કરી તેને અલીનગર એવું નામ આપ્યું, અને ત્યાં એક નવી મસીદ બાંધી. છૂટેલા લેકમાંથી જેઓ પગે ચાલવા સમર્થ હતા, તેટલા ચાલતા આવી નદીમાં ઉભા રહેલાં વહાણમાંના અંગ્રેજોને મળ્યા. તેમની દુર્દશા જોઈને પણ ડેક વગેરેના મનમાં નવાબ ઉપર ચડાઈ લઈ જવાને વિચાર આવ્યો નહીં. આ વ્હીકણપણું માટે તેને અતિશય ઠપકે આપવામાં આવે છે. બાકીના જે લેકે કિલ્લામાં રહ્યા હતા, તેમને અમીચંદ તથા બીજા અનેક દેશી ગ્રહસ્થાએ સારી મદદ કરી. વળી જખમી થયેલાં ઘણું માણસો ચદ્રનગર આવી ફ્રેન્ચ લેકને આશ્રય લઈ રહ્યા. આ દુઃખદાયક બનાવમાં અંગ્રેજોનાં એકંદર આસરે ત્રણસો માણસો માર્યા ગયાં. કલકત્તામાં અંગ્રેજોનું મુખ્ય થાણું હતું, તે પ્રમાણે બાલાસર, ટાકા વગેરે ઠેકાણે તેમનાં વસાહતનાં સંસ્થાન હતાં, તે સુદ્ધાં નવાબે સ્વાધીનમાં લીધાં, એટલે ત્યાંની પ્રજા રક્ષણ અર્થે જ્યાં ત્યાં નીકળી ગઈ. એમાંથી