________________ પ્રકરણ 20 મું] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. મેટાં કારખાનાં તથા સુંદર ઘરે તમે બાળી નાંખ્યાં, એ ઘણું ખરું થયું.' આ પ્રમાણે નવાબે પિતાને સંતાપ જાહેર કર્યો. આટલું થયા પછી કિલાની બહાર વેડરબર્નનાં ઘરમાં નવાબે મુકામ કર્યો. તેણે પોર્ટુગીઝ અને આર્ટિનિયનને બહાર જવા દીધા, તેમ બીજા કેટલાક યુરોપિયને લાગ ફાવ્યો તેમ નીકળી ગયા. નવાબની જે યુરોપિયનનાં ઘર લૂટયાં, પણ તેમને બીજે કાંઈ ત્રાસ આપ્યો નહીં. સઘળાઓ અંગ્રેજોને પ્રજાને શોધવામાં તથા રાત્રીની તજવીજ કરવામાં ગુંથાયા હતા એવામાં કેટલાક યુરોપિયન સોજો દારૂ પી દંગ કરવા લાગ્યા, અને ગડબડમાં તેમણે નવાબનાં કેટલાંક માણસને ઠાર માર્યા. આ હકીક્ત નવાબને કાને જતાં તેણે જણુવ્યું કે, “આટલા યુરોપિયનને આખી રાત છુટા રાખવા સલાહ ભરેલું નથી, તેઓ મરજીમાં આવે તે દંગ કરશે, માટે તોફાનીઓને અટકાવમાં રાખવાની જગ્યા હોય તે જેવી, અને ત્યાં આખી રાત તેમને બંદોબસ્તથી રાખવા.’ વાસ્તવિકરીતે આ હુકમ ફક્ત તોફાનીઓ માટેજ હોવાથી, તે સધળાઓને એક સરખે લાગુ પાડવાને નહોતે એમ દેખાય છે. પણ નવાબના અમલદારે અંગ્રેજો સામે ઉશ્કેરાઈ ગયા હતા. આખો દિવસ તેમની સાથે લડવામાં તેમનાં સુમારે સાત હજાર માણસો મુ હતાં, એટલે ગુસ્સાના આવેશમાં તેમણે સઘળાને એક નાની કોટડીમાં ખેંચી ખેંચીને ભર્યા. આ ખેલી 18 પુટ લાંબી અને 18 ફુટ પહોળી હતી, અને તેમાં દંગાખોર કેદીઓને પુરવાનો પ્રઘાત હતો. રાતના મસાલ લઈ અધિકારીઓએ કિલ્લામાંની ઓરડીઓ તપાસવા માંડી ત્યારે આટલી એકજ ખોલી તેમને મજબૂત માલમ પડી. તેમની પાસે કુલ્લે 146 કેદીઓ હતા, તેમાં એક સ્ત્રી તથા બાકીના સઘળા પુરૂષ હતા. પ્રત્યેક આસામીને આસરે 2-3 ચોરસ ફુટ એટલે 1 ફૂટ ના ઈચ લાંબી તથા તેટલીજ પહેાળી જગ્યા મળી શકે, એટલે આ ખોલીને વિસ્તાર હતો. સાંજના આઠથી સહવારના છ વાગતા સુધી આ ખોલીમાં 146 માણસો પુરાઈ રહ્યાં. એ ઓરડીમાં ફક્ત એક નાની ગજીઆવાળી બારી હતી. જુન મહિનાના સખત ગરમીના દિવસે આ લેકેની કેવી ભયંકર દશા થઈ હશે તેનું વર્ણન સાંભળી શરીર