________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 559 નામોશી આવી છે. વહાણે નદીમાં ઘણે દૂર ઉતરી એક દિવસ વ્યાં; ત્યાંથી આગળ વધી તા. 26 મી જુને તેઓ દરીઆ કિનારે કુલ્ટા આગળ આવી પહોંચ્યાં. આ ઠેકાણે વલંદા લોકોએ તેમને આશ્રય આપવાથી તેમને બચાવ થયો. નવાબનું તપખાનું સારી સ્થિતિમાં હોત તો અંગ્રેજોનું એક પણ વહાણું સુરક્ષિતપણે નાસી જઈ શકતે નહીં. અહીં આ યુદ્ધરૂપી નાટકને પહેલે અંક સમાપ્ત થયે. ૭“બ્લેક હેલ? ઉ અંધારી કેટરીને બનાવ (રવિવાર તા. 20 મી જુન, ૧૭૫૬)-પાછળ રહેલાં અંગ્રેજ મંડળની કેવી અવદશા થઈ તે હવે આપણે જોઈએ. ક વહાણે લઈ નીકળી ગયાની ખબર મળતાં એ મંડળમાં મેટો હાહાકાર થઈ રહ્યો. ગુસ્સાના આવેશમાં તેઓ છેક ગાંડા જેવા બની ગયા. તે પણ પ્રસંગ ઘણે બારીક હેવાથી મનનો ગુસ્સે દબાવી આગળ શું કરવું તેને વિચાર કરવાની તેમને ફરજ પડી. પિોર્ટુગીઝ તથા આમિનિયને મળી લડવાને ગ્ય 170 માણસે રહ્યાં હતાં, તે સઘળાં ડેકના ચાલ્યા જવા પછી એકઠાં થયાં, અને તેમણે ક તથા બીજા કૌન્સિલોને કામ ઉપરથી દૂર કરી હૉવેલને મુખ્ય અમલદાર નીમે. હૉવેલ કોન્સિલને ઘણો જાને સભાસદ હોવા ઉપરાંત કલકત્તાને જમીનદાર એટલે મેજીસ્ટ્રેટ હતો તેથી તેને સર્વ લોકે બાબત સારી માહિતી હતી. પણ તે જાતે બેદરકાર હોવાથી કોઈને તે પસંદ પડતે નહીં, છતાં તેને જ સઘળાએ તુર્ત વેળા ગવર્નરની પદ્ધી આપી. પહેલાં તે સર્વાનુમતે જીવ બચાવી નાસી જવાનો ઠરાવ થયો, પણ મિસ નામનું વહાણ જે પાછળ રહ્યું હતું તે તેમને મળી શક્યું નહીં. આથી સર્વ માણસે બહારનાં ઘર છોડી દઈ કિલ્લામાં જમા થયા, અને કંઈ થાય તે મરણ પર્યત લડી કિલ્લાને બચાવ કરવાને હૉલ્ટેલે નિશ્ચય કર્યો. બીજી તરફથી તેણે વહાણે પાછાં બેલાવવાને વાવટે ચડાવ્યો, પણ તેનું કંઈ ફળ નિપજ્યું નહીં. તા. 19 મીએ કિલ્લાની આસપાસનાં ઘરમાંથી નવાબનાં લશ્કરે બંદુકે છોડી અંદરનાં માણસોને ઘણું હેરાન કર્યા. રાતે તે ઘરમાં આગ લાગવાથી જ્યાં ત્યાં ભયંકર દેખાવો જણાયા. હેરાન થયેલા લેકે નાઈલાજ થઈ ગમે