________________ 558 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. એ દિને રાતના હવે પછી શું કરવું એને વિચાર કરવા કિલ્લામાં કોન્સિલ ભેગી મળી. ઘણાં માણસે જખમી થયાં હતાં, અન્નસામગ્રી હતી પણ ખોરાક તૈયાર કરનાર કોઈ નહોતું. અધિકારીઓના હુકમ તાબાના લેકે પાળતા નહીં તેથી કિલ્લાને આગ લગાડી નદીમાંથી વહાણ મારફત નાસી જવાનું નક્કી થયું. નાણુંની કોથળીઓ તેમજ કેટલાક સામાન વહાણ ઉપર ચડાવવામાં આવ્યો. અધિકારી વર્ગને આ વિચાર ચાલતું હતું તેવામાં એકદમ તેપને એક ગેળો તેમની સામા આવી પડ્યો કે તેની સાથે જ સઘળાંનાં મન વિચળ થયાં. તેમનામાં હવેલ કરીને એક ગૃહસ્થ હતે તેણે અમીચંદને મળી નવાબ પાસે જઈ ગમે તે રીતે નિકાલ કરવાની તેને વિનંતિ કરી. અમીચંદ પહેલેથી જ ગુસ્સે થઈ ગયો હતો તેથી તેમજ કદાચિત નવાબ આપણે સંદેશ સાંભળશે નહીં એમ ધારી તેણે એ વાત કાન ઉપર લીધી નહીં. તા. 19 મીએ સહવારે દશ વાગત ગવર્નર ડેકને માલમ પડયું કે દારૂગોળાની સિલ્લક બીલકુલ રહી નહોતી. આ વાતની સ્ત્રીમંડળમાં જાણ થતાં તેમણે વહાણ તરફ દેડ મુકી. આ ગડબડમાં ઘક્કામુકી થતાં એક માણસે ડુબી ગયાં. એટલામાં કિલ્લામાંથી બેટ ઉપર ચડવાનું નાકું કબજે કરવાને નવાબનાં માણસો આવે છે એમ ખબર આવી. આથી ગડબડાટને પાર રહ્યો નહીં, ગવર્નર ડેક દી મૂઢ બની ગયે; તેિજ પાછળ રહી એકલે નવાબના હાથમાં સપડાશે તથા નવાબને છે પિતાના ઉપર વિશેષ છે એવું તેને ખુલ્લું જણાવવા લાગ્યું. ઘણા દિવસની અથાગ મહેનત તથા ઉજાગરાથી તે થાકી ગયા હતા. આવી મુશ્કેલીમાં ગમે તેમ કરી આખરે ભુસ્કે મારી તે વહાણ ઉપર ચડ. વહાણે નદીનાં મુખ તરફ લઈ જઈ ઉભાં રાખવામાં આવ્યાં હતાં. પાછળ રહેલા લેકને બચાવવા માટે તે પાછાં લાવવાં જોઈએ પણ ખલાસીઓએ તેમ કરવા હિમત કરી નહીં, અને તેમનામાં ધીરજવાળે એક પણ માણસ ન હોવાથી પાછા ફરવાને વિચાર છેડી દઈ સઘળાઓ વહાણ હંકારી નીકળી ગયા. સારાંશ, કેટલાંક માણસને પાછળ મુકી પિતાને જીવ બચાવવા માટે અત્યંત અધીરા થઈ અંગ્રેજો આ પ્રમાણે નાસી ગયા એથી તેમના નામ ઉપર