________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 551. રાજારામને ભાઈ નારાયણદાસ નવાબ તરફથી ખબર મેળવવા કલકરે ગમે તે વેળા ગવર્નર ક અને અમીચંદ વચ્ચે કંઈક ભિન્નભાવ થયો હતા. અમીચંદ અને નારાયણદાસ ડેકને મળવા ગયા ત્યારે નારાયણદાસે આણેલા નવાબના પત્રને અસ્વીકાર કરી કે નારાયણદાસને પિતાની હદમાંથી બહાર કાઢ્યો, અને કિલ્લેબંધીની બાબતમાં પિતાની જોખમદારી ઉપર કૌન્સિલની સલાહ વિના નવાબને જવાબ મોકલ્યો. એ જવાબ હાલમાં મળી આવતો નથી; એમ છતાં ડેકનું આગળ ઉપર એવું કહેવું થયું હતું કે અંગ્રેજો આજ સે વર્ષ થયાં અહીં વેપાર કરે છે, તેમને માટે સંશય લેવાનું કંઈ કારણ નથી. નવી કિલ્લેબંધી કંઈ પણ કરવામાં આવી નથી. ફ્રેન્ચ લેકે સાથે યુદ્ધ થવાનો સંભવ હોવાથી માત્ર જુનાં બાંધકામનાં ડાગળડુગળ પુર્યા છે.” આ વિચિત્ર ઉત્તર વાંચી નવાબને ગુસ્સો આવ્યો, અને તેણે કહ્યું કે “મારા રાજ્યમાં ઝગડા કરનાર એ કોણ? તેમના ઉપર પરદેશી હુમલે આવે તે તેમનું રક્ષણ કરવાને અમારામાં સામર્થ નથી કે શું ?" ઉપરના પત્રની સાથે જ પોતાના વકીલ નારાયણદાસને કેદમાં પુરવાની ખબર નવાબને મળી, એટલે તરત જ સઘળી યુરોપિયન પ્રજાને બંગાળાની બહાર કહાડવાને તેણે નિશ્ચય કર્યો, અને પ્રથમ અંગ્રેજો સાથે લડાઈ કરવાનું ઠરાવ્યું. આ પ્રમાણે અંગ્રેજોની બાબતમાં નવાબનું ઝનુન ઉશ્કેરાવવાના અનેક કારણે મળ્યાં. તેમને વેપારમાં પુષ્કળ સવળતા મળે એવું ફરમાન મળેલું હેવાથી, તેમજ નવાબને કારભાર જેટલે દુર્બળ, તેટલી જ તેમને વધારે સગવડતા મળતી હોવાથી તેઓના મનમાં નવાબની સત્તાને અંત લાવવાનો વિચાર ચાલતું હતું. એ બાબત અલિવદખાનને પણ ખબર હેવાથી તેણે મરણ અગાઉ કરેલા ઉપદેશ અન્વય આ તાજા દમવાળા તરૂણે તે ઉપદેશ એકદમ અમલમાં મુકવાની તૈયારી ચલાવી. આ વાસ્તવિકરીતે ભાવી રાજ્યક્રાન્તિની તૈયારી લેખી શકાયે, આ સિવાય બીજાં અનેક તાત્કાલિક કારણે ઉપસ્થિત થયાં હતાં, અને તેનું સ્વરૂપ ઉપર વર્ણવાયું છે. અંગ્રેજોની વખાર જેવાની નવાબને ઈચ્છા હતી, પણ તેઓએ તેને તે બતાવી નહીં, કેમકે તેઓ