________________ પપર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પિતાની વખારમાં કોઈને દાખલ થવા દેતા નહીં. બંગાળામાંના ફ્રેન્ચ અમલદાર લૉએ પણ આવું જ વર્ણન આપ્યું છે. અંગ્રેજો ભારે ઠાઠથી રહેતા અને તેમની કલકત્તાની કોઠી ઘણી આબાદ સ્થિતિમાં હતી, એટલે તેમની પાસે પુષ્કળ સંપત્તિ છે એમ નવાબ સમજો અને તક મળતાં તે લઈ લેવા તેને મનસુબે હતે. ખુદ સુરાજ-ઉદ-દલાના લેખમાં આ કંટાનાં કારણે એવાં નમુદ કર્યો છે કે - 1. સ્થાનિક કાયદાને અનાદર કરી અંગ્રેજોએ નવી કિલ્લે- બંધી કરી છે. 2. ફરમાનેને દુરૂપયોગ કરી તેમણે વેપારમાં ભળતીજ વર્ત શુંક ચલાવી છે. . નવાબ પિતાના કારભારીઓ પાસે હિસાબ માંગે છે તે નહીં આપતાં કારભારી તેમની પાસે નાસી જાય અને તેને તેઓ આશ્રય આપે છે. આ ત્રીજા કારણના સંબંધમાં સુરાજ-ઉદ-દૌલાએ ગવર્નર ડેક માટે ભારે ગુસ્સાથી ભરેલા ઉગારે કહાડ્યા છે. અંગ્રેજોએ ખાડી બાંધી છે તે ભરી કહાડી, તટબધી તોડી પાડી, મુર્શિદકુલ્લીખાનના વખતમાં ચાલુ હતા તે વેપાર હમણું ચલાવો; એ પ્રમાણે જે તેઓ નહીં કરે તે કંઈ પણ કારણ સાંભળ્યા વિના અમારા દેશમાંથી તેમને હાંકી મુકીશું.” નવાબની પરવાનગી લીધા વિના અંગ્રેજોએ કિલ્લેબંધી કરી હતી એ તેમનાજ લેખ ઉપરથી સિદ્ધ થાય છે. ફરમાનમાં આપેલી નહીં હોય તેવી વેપારી સગવડતા તેઓ ભગવતા એ પણ તેઓને કબલ છે. કિસનદાસના સંબંધમાં અંગ્રેજોનું ધારવું એવું હતું કે નવા નવાબની સત્તા રાજ્યમાં જામ્યા પછી તે માટે વિચાર કરવામાં આવશે. કારણ કદાચિત નવાબના પ્રતિસ્પધીઓ બંડ કરે તે બન્ને બાજુ ઉપર આધાર રાખી યોગ્ય જણાય તેમ વર્તવા તેમને વિચાર હતો. નવાબને આ સ્થિતિ રાજ્યને જડમૂળથી ઉખેડી નાંખવા જેવી લાગી એમાં નવાઈ નહતી. આ સઘળું ખરું હોય છતાં તે