________________ 544 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ત્યારે તેમને ચાળીસ વીઘાં જમીન મફત આપવી,” (તા. 6 જાનેવારી સને 1717 ). આ ફરમાન કેટલું મોઘમ અને વ્યાપક છે તે સહજ દેખાઈ આવે છે. કઈ કઈ જણ ઉપર જકાત માફ હતી તે જુદા જુદા ઠેકાણુના અમલદારોની જાણ માટે અંગ્રેજોને મુખ્ય અધિકારી પિતાની સહી સાથેના કાગળ ઉપર લખી વેપારીઓને આપતે. એ કાગળ જેને દસ્તક કહેતા તેમાં અંગ્રેજી અને ફારસી ભાષામાં જણસનાં નામ લખાતાં અને તે ક્યાંથી ક્યાં જવાની છે તે બતાવાતું. વખત જતાં આવા દસ્તકે ખાનગી વેપારીઓને તેમજ આ દેશમાં પાકેલા અને અહીંજ ખપનારા હરેક પ્રકારના માલ માટે આપવામાં આવ્યા. આરંભમાં આ જકાતમાફીથી વિશેષ નુકસાન થયું નહીં, પણ સઘળા ખાનગી વેપારીઓને સુદ્ધાં એવી માફી મળતાં દેશી વેપારીઓનું અસીમ નુકસાન થવા લાગ્યું. ઉપરનાં ફરમાનની રૂએ સ્થાનિક અમલદારેની મરજી તથા ધુનને લીધે અંગ્રેજોને જે ત્રાસ પહોચતે તે બંધ થયો. પિતાના બચાવ માટે મોગલ બાદશાહે આ પ્રમાણે મરાઠાઓને તેમજ અંગ્રેજોને કાયમના હક બક્ષિસ આપ્યા. આ ફરમાનને દુરૂપયોગ કરી દેશમાને સઘળે વેપાર અંગ્રેજોને બુડાવતા જોઈ મુર્શિદકુલ્લીખાન અને અલિવદખાન જેવા નવાબને પુષ્કળ વૈષમ્ય લાગ્યું, અને ફરમાનની સરને અનુસરી બને તેટલી ખેંચતાણ કરી પિતાના વેપારનું રક્ષણ કરવાને તેમણે પ્રયત્ન કર્યો. આ ઝગડાએ સુરાજ-ઉદ-દૌલાના સમયમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું. ફરૂખશીઅર બાદશાહે અંગ્રેજોને જે જકાતની માફી આપી હતી તેને અનુસરીને તેઓ દસ્તક આપતા. હિંદુસ્તાનમાંથી બહાર જતી અમુક જણસોના સંબંધમાં જ માત્ર આ માફી બક્ષવામાં આવી હતી. દસ્તકમાંની આ મર્યાદા છેડી કંપનીના વેપારીઓ નિકાસ કિંવા આયાત માલને વેપાર જકાત ભર્યા સિવાય કરવા લાગ્યા. વળી કંપનીને નામે માલ વેચનારા ગમે તે માણસ માટે જકાતની માફી માગવા લાગ્યા, અને કંપનીના અમલદારે આ દસ્તક મરજીમાં આવે તેને આપવા લાગ્યા, જકાતનાં નાક ઉપર