________________ 548 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તેમને કોઈ પણ વેળા કેવા પ્રકારને દગે સુરાજ-ઉદ-દેલા દેશે તેને ભરોસે નહોતું. તેમની પાસે બહાર બહાર જે વસુલ જમા થતું હતું તેને બરાબર હિસાબ તેમની પાસેથી મળતું નહીં; વળી તેમણે કરેલા સંચય ઉપર સુરાજને ડાળે હતો. આ કૌટુંબિક કલહને લીધે અંગ્રેજ જેવા પરદેશી વેપારીઓને વખતને અનુસરી વર્તવું પડતું. જે અધિકાર ઉપર આવે તેની મરજી સંપાદન કરવાની તેમને જરૂર હતી; એમ છતાં તેને અધિકાર ક્યારે બંધ પડશે અને બીજો કે, તેની જગ્યા લેશે એ બાબતનિયમ ન હોવાથી બીજા હકદારને ખીજવવાનું અંગ્રેજોને એગ્ય લાગતું નહીં. ખુલ્લી રીતે તેઓ સુરાજ તરફ ભલી નિછા બતાવતા, પણ બીજાઓ સાથે અંદરખાનેની મસલતે ચલાવતા હતા. એ વાત નવાબની જાણમાં આવતાં તે ગુસ્સે થયો. નવાસિઝ મહમદ મરણ પામે ત્યારે કાકાને કારભાર તેની સ્ત્રી ઘસીટા બેગમ પાસે આવ્યા, અને રાજવલ્લભ નામને હિંદુ પ્રહસ્થ તેને મુખ્ય કારભારી . એને સરકારી હિસાબની તપાસણી કરાવવા માટે સુરાજ-ઉદ-દૌલાએ મુર્શિદાબાદ બોલાવ્યો, પણ હિસાબ બરાબર રજુ નહીં કરવાથી નવાબે તેને અટકાવમાં મુક્યા. રાજવલ્લભ પાસે પુષ્કળ પૈસે હતા, અને આમ કરી તેની પાસેથી તે કહેડાવવા નવાબને વિચાર હોવો જોઈએ. આ હકીકતમાં પિતાની લત સંભાળવાની રાજવલ્લભને મુશ્કેલી નડી, એટલે તેણે પિતાના પુત્ર કિસનદાસને દેલતને મોટો ભાગ સોંપી કલકત મેક. ઢાકામાં અંગ્રેજોની વખાર હોવાથી તેમના વેપારીઓને રાજવલ્લભ તરફથી પુષ્કળ મદદ મળી હતી, સબબ તેની અડચણને વખતે તેને સહાય કરવાની અંગ્રેજોની ફરજ હતી, અને તેથી જ તેમણે તેની દલત પિતાના તાબામાં રાખી તેના કુટુંબને આશ્રય આપે. કિસનદાસની સ્ત્રીને પ્રસુતિકાળ નજદીક હોવાથી કાસીમ બજારની વખારના મુખ્ય અધિકારી વેટસની સીફારસથી અંગ્રેજોએ એને કલકત્તામાં અમીચંદના ઘરમાં રહેવાની જગ્યા આપી. જાસુસ મારફત આ સઘળું નવાબની જાણમાં આવ્યું. જેના ઉપર પિતાની અવકૃપા થયેલી તેવા ગહસ્થને તથા તેનાં કુટુંબને અંગ્રેજોએ આ