________________ 538 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પહોંચેલે હતો, તેણે પ્રાંતમાં ઉત્કૃષ્ટ દેબસ્ત રાખી વસુલ પુષ્કળ વધાર્યું; તેથી લશ્કર વગેરેને સઘળો ખર્ચ કાપતાં દરસાલ દસ લાખથી વધારે રકમ તે દિલ્હી રવાના કરે. નવાબ મુર્શિદકુલ્લીખાન સને 1725 માં મરણ પામ્યા પછી બંગાળાને કારભાર તેના જમાઈ સુજાખાનના હાથમાં આવ્યા. એના અમલમાં બે અફઘાન સરદારે હાજી અહમદ અને અલિવદ્દખાન રાજ્યકારભારમાં પ્રમુખ બન્યા. સને 1739 માં અવિર્દીખાનને બહાર પ્રાંતને કારભાર મળ્યો. સનઉદ્દીન નામના એના પિતરાઈ ભાઈ સાથે અલિવદખાનની કરી પરણી હતી, તેને પેટે થયેલે મહમદ પાછળથી સુરાજ-ઉદ-દૌલા તરીકે પ્રસિદ્ધીમાં આવ્યા. મહમદ ઉપર અલિવદખાનની પુષ્કળ મહેરબાની હતી. સુજાખાને ચૌદ વર્ષ શાંતપણે પિતાનો વહિવટ ચલાવી સને 1739 માં દેહ છોડી, ત્યારે નવાબગિરીનું કામ તેના પુત્ર સરાજખાનને સોંપાયું, અને પ્રાંતને સઘળો કારભાર હાજી અહમદ અને અલિવદખાન પાસે રહ્યા. સરાજખાન વ્યસનમાં નિમગ્ન રહેતું હોવાથી અલિવદખાન રાજયનાં કામમાં મુખ્યાર થશે. પાછળથી સર્કરાજખાન સામે બંડ ઉઠાવી અલિવદખાને તેને સને 1741 માં લડાઈમાં મારી નાખ્યો, અને તેની પાસેથી મળી આવેલી આસરે એક કરોડ રોકડ અને તેટલી જ કિમતનું જવાહર દિલ્હી મેકલી બાદશાહને ખુશ કર્યો, એટલે બાદશાહે તેને બંગાળાના નવાબપદ ઉપર કાયમ કર્યો. 2, અલિવદખાન (સ. ૧૭૪૨-૫૬).--અલિવદ ખાનના અમલમાં મરાઠાઓએ બંગાળ ઉપર સ્વારી શરૂ કરી. આ સ્વારીઓ દશ વર્ષ લગી ઉપરાચાપરી ચાલી હતી. રાઘુછ ભોંસલે અને તેના દીવાન ભાસ્કરપતને પ્રથમ અલિવદખાન સામે લડવા માટે મૈયત નવાબનાં માણસોએ મદદમાં લાવ્યા હતા. એ ઉપરથી ભેંસલેની જ સને 1742 માં બંગાળામાં દાખલ થઈ અલિવદખાનને પરાભવ કરી મુર્શિદાબાદમાંથી સુમારે અઢી કરોડ રૂપીઆનો અવેજ લઈ ગઈ ફરીથી સને 1744 માં ભાસ્કરપતે બંગાળા ઉપર સ્વારી કરી ત્યારે અલિવર્દીએ યુક્તિથી તેનું ખૂન કરાવ્યું. આ ખુનનું વેર લેવા