________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 538 રાહુજીએ બંગાળા ઉપર એક સરખી ચડાઈ કરી. અલિવદખાનને એટલો હેરાન કયો, કે સને 1751 માં ઓરિસા પ્રાંત મરાઠાઓને કાયમને આપી તથા વાર્ષિક બાર લાખની ખંડણી કબુલ કરી, ગમે તેમ કરી તેને પિતાને બચાવ કરવો પડ્યો. આ પ્રમાણે મરાઠાઓને ઠંડા પાડ્યા પછી અલિવદખાને પાંચ વર્ષ શાંતિમાં ગુજાર્યો, પણ એ દરમિયાન સુરાજઉદ-દૌલાને લાગવગ ઘણો વધી ગયે. હવે પછીની મારામારી બરાબર સમજવા માટે સુરાજઉદ-દૌલાના કુટુંબની હેઠળ આપેલી વંશાવળી ઉપયોગી થઈ પડશે મીરઝા મહમદ. હાજી અહમદ. મૃ. 1747, અલિવદખાન. પુત્રી શાહખાનમ નવાબ. મૃ. 1756. =મીરજાફરઅલ્લીખાન નવાબ, સ. 172-60 મીરાન મૃ. 1760. 1. નવાઝીસ મહમદ 2. સૈયદ મહમદ 3. રૈન–ઉદીન ઉ શાહમત જંગ ઉર્ફ સીકત જંગ અહમદ ઉર્ફે ઢાકાને કારભારી. પુર્નિયાનો કારભારી, કૈર્બત જંગ, ૫મૃ. 1755. મૃ. 1747. ટણને કારભારી. 1. ઘસીટા બેગમ. 3. અમીનાબેગમ. આ ત્રણે પુત્રીના લગ્ન અનુક્રમે હાજી અહમદના ત્રણ પુત્ર સાથે થયાં હતાં. મીરઝા મહમદ ઉર્ફે ફઝલકુલ્લીખાન, મીરઝાં મહાદી. સુરાજ-ઉદ-દૌલા, નવાબ સ. 1756-57. માના બાપના લાડમાં ઉછરેલો હેવાથી સુરાજઉદ-દૌલાને સ્વભાવ ઘણે લેહરી બન્યા હતા. વળી તેનામાં કેટલાંક દુર્બસને પ્રવેશ થવાથી લેકેની બીલકુલ ભક્તિ તેમના ઉપર નહતી. કેટલાક મુસલમાન ગ્રંથકારે જણાવે છે કે તેનું મન ઠેકાણે નહેતું. એની આ સ્થિતિ જોઈ અલિવઈખાનના મુખમાંથી એવા ઉદ્દગારો બહાર પડાયા હતા કે આના હાથમાં કારભાર આવ્યો તે દેશમાં કંઈક અવનવી ઉથલપાથલ થયા વિના રહેશે નહીં.