________________ 537 પ્રકરણ 20 મું. સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. તે શહેરનું અસલ નામ બદલી તેણે પિતાના નામ ઉપરથી મુર્શિદાબાદ નામ આપ્યું. સને 1713 માં મુર્શિદની સુબેદારની જગ્યાએ નિમણુક થતાં આખા પ્રાંતને મુખ્ય કારભાર તેની પાસે આવ્યા. અંગ્રેજ જેવા પરદેશી વેપારીઓ તેના કારભારનાં લક્ષણ જાણી ગયા હતા. સને 1706 માં તેમને કાસીમબજારમાં કઠી ઘાલવા પરવાનગી આપી તે માટે તેણે પચીસ હજાર રૂપીઆ લીધા. બહારથી આણેલી ચાંદીનાં નાણું મુર્શિદાબાદની ટંકશાળમાં પાડી લેવા માટે આ વખાર અંગ્રેજોએ મુદામ તે શહેર ની પાસે રાખી હતી. સને 1713 માં મુર્શિદકુલીને અંગ્રેજો ઉપર ઘણે જુલમ થવા લાગે ત્યારે તેમણે પિતાના વકીલને દિલ્હી મોકલી બાદશાહ પાસેથી નવું ફરમાન મેળવ્યું, તે આગળ કહેવામાં આવ્યું છે. એ ફરમાન સને 1717 માં સુબેદારને ત્યાં રજુ થયું. પરંતુ તેનો અર્થ મુર્શિદકુલ્લીખાને અંગ્રેજોને ફાયદો થાય તેવી રીતે કર્યો નહીં. છતાં તેણે કરીને અંગ્રેજોના વેપારને મોગલ કાયદાને આશ્રય મળવા ઉપરાંત ફ્રેન્ચ અને વલંદા કરતાં તેમને પુષ્કળ સવળતા મળી. મુર્શિદકુલ્લીખાને જમાબંધીમાં પુષ્કળ ફેરફાર કરવાથી બાદશાહની આવક વધી, પણ હિંદુઓ ઉપર તેને અમલ અતિ દુસહ નીવડ્યો. પિતાની રાજધાનીમાંનાં સઘળાં દેહેરાં એણે પાડી નાખ્યાં. જગત શેઠ કરીને એક ધનાઢથે વેપારી કુટુંબ એનાજ સમયમાં મુર્શિદાબાદમાં ઉદય પામ્યું હતું. આ કુટુંબને સ્થાપક માણેકચંદ નામને એક જૈન વેપારી હતું. તેના ભત્રીજા ફોહચંદને ત્યાંની મુખ્ય સરકારી પેઢીને સર્વ અધિકાર તથા જગતશેઠને ખીતાબ મળ્યો. માણેકચંદ સને 1732 માં તથા ફતેહચંદ સને 1744 માં મરણ પામ્યા પછી ફતેહચંદના બે પત્ર શેઠ મહતાબરીયે તથા મહારાજા સ્વરૂપચંદે ખ્યાતિ મેળવી. એમને વિષે વધુ હકીકત આગળ આવશે. જગતશેઠ પાસે સરકારી તીજોરીને કારભાર હોવાથી, તેમજ સરકારની સઘળી લેવડ દેવડ તેનીજ મારફતે ચાલતી હેવાથી, વેપારમાં તેને સારો ફાયદો થતો. વાર્ષિક નિદાન ચાળીસ લાખને ખે નફે તેને મળતે. મુર્શિદકુલ્લીખાન સર્વ બાબતમાં કુશળ અને