________________ પ્રકરણ 20 મું, ] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 541 કાર ઓર્મ લખે છે કે, “અલિવદખાન સાર્વજનિક કામમાં હશીઆર હતા પણ ખાનગી વર્તનમાં તે અત્યંત વ્હીકણું હતું, તેનામાં કઈ પણ પ્રકારનું વ્યસન નહોતું, અને તેના એક પત્નિવૃતને કદી ભંગ થયો હતે નહીં.” અલિવદખાનને કારભાર અંગ્રેજોને પસંદ પડ્યો નહીં. એ તેમની સાથે અન્યાયથી કદી વત્ય નહોતે, એમ તેઓ પોતે કબૂલ કરે છે; પરંતુ મુકરર થયેલા કરાર અક્ષરશઃ અમલમાં મુકાવવા તે દક્ષ હોવાથી તેનાં કડકપણાને લીધે તેઓ નાખુશ હતા. મરાઠાઓના હલ્લા આવતા હતા ત્યારે કલકત્તાને કિલ્લેબંધ કરવાને તેણે અંગ્રેજોને છૂટ આપી હતી એટલે તેઓએ “મરાઠાખાડી” પિતાના કિલ્લાની આસપાસ બાંધી. આ લકે સાથે લડવામાં ખાનને ભારે ખર્ચ થઈ જવાથી અને તેમ કરવામાં અંગ્રેજોનું પણ સંરક્ષણ થયેલું હોવાથી સને 1744-45 માં તેણે અંગ્રેજો પાસેથી સાડાત્રણ લાખ રૂપીઆ લીધા. એ સિવાય અલિવદખાને તેમને વિશેષ ત્રાસ આપ્યો નહીં, છતાં બાદશાહને સંપૂર્ણ અધિકાર પિતા પાસે હોય તેમ તે વર્તતે હતો. કિલ્લા બાંધી તથા લશ્કરમાં વધારો કરી અંગ્રેજે પિતાના બચાવની તજવીજ કરવા લાગતા કે તુરત નવાબ તરફથી તેમને પ્રતિબંધ થતે, કેમકે ખોટી સવળતા કરી આપવાથી તેઓ એની ઉપર ચડી બેઠા વિના રહેશે નહીં એમ તે પૂર્ણપણે જાણતા હતા. નવાબ તેમને વારંવાર જણાવતે કે, “તમે વેપારીઓને કિલ્લા બાંધવાનું શું કામ ? તમારું રક્ષણ કરનારે હું છું; તમારે ધાસ્તી રાખવાને કારણ નથી. દક્ષિણ હિંદુસ્તાનમાં અંગ્રેજ તથા ફ્રેન્ચ લોકેએ મોટું મંગલ ઉઠાવ્યું હતું અને દેશી રાજાઓને પુતળાં માફક નચાવ્યા હતા તેની તેને સઘળી માહિતી હતી. અગ્રેને ઘેરીઆને કિલ્લો ક્લાઈવે સર કર્યો તે પણ નવાબને પસંદ પડવું નહીં. આવા બનાવો પિતાની હદમાં ન થવા પામે એવી તેની ઈચ્છા હેવાથી તે કેવી રીતે પાર પાડવી એ વિચાર તેના મનમાં ઘેળાયા કરતે હતે. અંગ્રેજોને તેણે એકદમ હાંકી કહાડ્યો નહીં, એનું કારણ એ હતું કે વેપારના કામમાં તેઓ ઘણું ઉપયોગી થઈ પડશે એમ તે સમજતો હતે. પરંતુ પ્રસંગ આવતાં તે પિતાને હક્ક પૂર્ણપણે બજાવવા અચકાતે નહીં.