________________ પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. : 497 મોકલી હતી તેના પૈસા પણ ગે દેએ તેને આપ્યા નહીં. ડુપ્લેને બીજાઓનું પુષ્કળ દેવું આપવાનું હતું, કેમકે તેના એકલાના ભરોસા ઉપર હજારે વ્યવહાર ચાલ્યા કરતા હતા. એ કરજ પતાવવા સારૂ ડુપ્લે પાસે કંઈ પણ નાણું નહતું, અને ગદેએ તેના લહેણું વિશે કંઈ નિકાલ કહાડે નહીં. આવી વિપત્તિમાં હિંદુસ્તાનને છેલ્લી સલામ કરી તા. 24 મી અકબરે સ્વદેશ પાછા જવા માટે ડુપ્લે નીકળે ત્યારે દરેક ફ્રેન્ચ ગ્રહસ્થને તેમજ અસંખ્ય હિંદીઓને ભારે ખેદ થયે. - ફેન્ચ સરકારની ખરી ઈચ્છા ડુપ્લે પાછું આવે એવી નહતી, અને તે પ્રમાણે તેણે હુકમ પણ મેકલ્યા હતા. પણ એ હુકમ હિંદુસ્તાન પહોંચે તે અગાઉ ડુપ્લે નીકળી ગયા હોવાથી એ બાબત કંઈ પ્રશ્ન રહ્યું નહીં. છતાં એના હિંદુસ્તાનથી પાછા ફરવાને લીધે રાષ્ટ્રને ભારે નુકસાન થયું એમ સર્વ કેઈને લાગ્યું. કાન્સમાં આવ્યા પછી શરૂઆતમાં તેને સારો સત્કાર થયો, પણ પાછળથી ગેદેએ અંગ્રેજો સાથે અનિયમિત તહ કરી એણે મેળવેલું સઘળું ગુમાવી દીધું એટલે તેની પ્રતિકા ઘટી ગઈ. હવે તેની પાસેથી કશું મળવાનું નથી એ વિચારથી સઘળાઓએ તેની વિરૂદ્ધ થઈ તેની દાદ લીધી નહીં, તેમજ તેની પૈસાની માગણી મન ઉપર ધરી નહીં. દેણદારએ સામા થઈ તેને ખુબ સતા; બુસી સુદ્ધાં આ કરજદારનાં ટોળામાં ભળ્યો. મરણના ત્રણ મહિના અગાઉ તેનું ઘર પણ જપ્ત થયું. “સ્વદેશના ફાયદા માટે મેં મારી જુવાની, મારી ધનદેલત અને મારું સર્વ જીવિત ખરચી નાંખ્યું, મારા ઉપર ભરોસો રાખી મારા અનેક સગાં સ્નેહીઓ મારી પેઠેજ ગરીબ થયાં, એમ છતાં હું આજે અત્યંત વિપત્તિકાળમાં સડું છુંમારાં દેવાંની રકમ મેં સઘળા અધિકારીઓને જાહેર કરી પણ મારી દાદ કઈ લેતું નથી; મેં કરેલા કામે સઘળાને બેટાં લાગે છે, અને મારી માગણીઓ બાળણ તુલ્ય ગણવામાં આવે છે. અત્યંત હલકટ મનુષ્ય તરફ પણ કદી કાઈ આવી રીતે વર્યું હશે નહીં. મને આજે અતિશય વિપત્તિ પડે છે, ઘરમાં જે કંઈ થોડું ઘણું હતું તે સર્વ સરકારે જપ્ત કર્યું છે, મારે તુરંગમાં જવાને વાર ન આવે તે હેતુથી