________________ પ્રકરણ 19 મું] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 525 દેહાન્ત દંડની શિક્ષા ભેગવવી પડી એ ખરું, પણ જે અસંખ્ય લેકેએ તેને કંઈ પણ ટેકે આયો નહીં અને ખુલ્લી રીતે રાજદ્રહ કર્યો તેની કેઇએ તપાસ સુદ્ધાં કરી નહીં, એ ફ્રાન્સની ન્યાયી બુદ્ધિ! બુસી પણ સ્વદેશ ગયે. તેણે અઢળક દલિત એકઠી કરી હતી તે ઉપર ઘણે વખત તેણે મોજમજાહ ઉડાવી, અને વીસ વર્ષ પછી સને 1781 માં ફરીથી ફ્રેન્ચ સૈન્યનું આધિપત્ય સ્વીકારી તે કર્નાટક આવ્યો; પણ તે કંઈ કરી શકે તે અગાઉ તેનું મરણ થયું. આ પ્રમાણે ફ્રેન્ચ દેશભકતએ હિંદુસ્તાનમાં દેશની સત્તા સ્થાપવા માટે ઉપાડેલે ઉપક્રમ નિષ્ફળ ગયે. ફ્રેન્ચ કંપનીનું પ્રયોજન ન રહેવાથી સરકારે સને 1768 માં તે બંધ કરી. પિડીચેરીને કબજે લીધા બાદ અંગ્રેજોએ અંજી, થીયાગઢ વગેરે જોનાં અસંખ્ય સંસ્થાને તાબે કરી લેવાથી કેટલાક ફ્રેન્ચ સિપાઈઓ નાસી જઈ હૈદરઅલ્લીની નોકરીમાં જોડાયા. સને 1763 માં પારીસ આગળ તહનામું થતાં પિડીચેરી, કારીકલ, માહી વગેરે કેટલીક જગ્યાઓ ફેન્ચ લેકોને પાછી મળી, જે અદ્યાપી તેમની પાસે છે. આ પછી તેમણે પોતાનું રાજ્ય હિંદુસ્તાનમાં સ્થાપવા ફરીથી કંઈક પ્રયત્ન કર્યો, પણ તેમને યશ ન મળવાથી વાંડીશની લડાઈથીજ ફ્રેન્ચ લેકને હિંદુસ્તાનમાં ઇતિહાસ પુરે થયો એમ કહી શકાય. 5, લાલીના અપયશનું અવલોકન –આ યુદ્ધમાં લાલીને કેમ યશ મળે નહીં તેને આપણે વિચાર કરીએ. ઝનુનથી, કુશળતાથી તથા ઝપાટાબંધ અંગ્રેજો સામે લડી તેમને નાશ કરવાનું મુખ્ય કામ લાલીનું હતું, પણ એ ત્રણે બાબતમાં કેન્ચ લોકોએ અનેક ભૂલે કરી હતી. પહેલાં લાલી જાતે બહાદુર અને સાહસ ખેડવામાં તત્પર હતું છતાં તે સેનાપતિના કામ માટે લાયક નહે. હિંદુસ્તાન આવવાને તેની નિમણુંક કરવામાં આવી તે અગાઉ તેની નાલાયકી એક કેન્ય પ્રધાને કબુલ કરી હતી. તે અત્યંત તામસી, ઉતાવળો, હઠીલે અને હેલી હતે. શિક્ષા કરવામાં તે અતિશય કડક હતું, અને મહેડામાંથી કહાડેલા શબ્દો પાછા ખેંચતે નહીં. કોઈની સહજ ભૂલ થતાં અથવા તેની તરફ વિરોધ બતાવતાં