________________ પ્રકરણ 19 મું. ] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ 53 ફ્રાન્સની અવદશાનું પ્રરાવર્તન થાય છે. ઉપરાચાપરી અપયશ મળવાથી દૂરના પ્રદેશમાં વસાહત સ્થાપી રાજ્ય વધારવાનું યંગ્ય છે કે નહીં એ પ્રશ્ન ફ્રાન્સમાં આગળ આવ્યો. મેંટેશ્ય જેવા વિદ્વાને પ્રતિપાદન કર્યું હતું કે દેશમાંનાં સારાં સારાં માણસો આવા કામમાં બહાર દેશાવર જવાથી દેશનું મોટું નુકસાન થાય છે. એ પછી વૉટરે પણ એવા જ વિચારે જાહેર કર્યા. અન્ય દેશોમાં જઈ વસાહત કરવા વિરૂદ્ધ તેને અભિપ્રાય હેવાથી તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યો કે કેનેડાને પ્રાંત હાથમાંથી જ રહ્યો એથી કાન્સને મેટ ફાયદો થશે. બરફવાળા અને નિરૂપયોગી પ્રદેશ સારૂ જીવ એવાથી શું હાંસલ થાય? પારીસ અને લંડનના લેકની મોજમજાહ માટે કૉફી, તપખીર અને મસાલા આણવાના કામમાં કન્ય પ્રજાનું રક્ત શું કામ ખરચવું? એ પછી થયેલ રૂસે એશઆરામ અને તે સમયના સુધારાને ખરે વેરી હત. ફ્રાન્સમાં ધર્માધિકારીઓને અસીમ લાગવગ હતા, તે જડમૂળથી ઉખેડી નાંખવા માટે વોટેર અને રૂ જેવા પુરૂષોએ અથાગ પ્રયત્ન કર્યા. આ પ્રકારનાં શિક્ષણને પરિણામે પારકા મુલકમાં વસાહત અને રાજ્ય સ્થાપના કરવા વિરૂદ્ધ વિચારવંત ફ્રેન્ચ પુરૂષનો અભિપ્રાય બંધાયો હતે. એથી ઉલટું ઈગ્લંડમાં ધર્મની બાબતની તકરારે બંધ પડી, લેકમાં વિચારસ્વાતંત્રતાને અને દરેક પ્રકારનો સુધારો કરવાની કલ્પનાને ફેલાવો થવા લાગ્યો હતો. વ્યાપારની વૃદ્ધિ માટે વિચારસ્વાતંત્ર અવશ્ય જરૂરનું છે. ફાવે ત્યાં ભટકવું, જોઈએ તે ખાવું, જરૂર પડે તેવા આચાર વિચાર રાખવા, એવા પ્રકારની સામાજીક, ધાર્મિક અને નૈતિક સ્વતંત્રતા લેકમાં હયા સિવાય તેમને હાથે વેપાર જેવાં કામો પાર પડી શકે નહીં. ઇંગ્લંડમાં આ પ્રકારના નવીન વિચાર શરૂ થવાથી તેના વેપાર તથા રાજ્યને અસીમ વૃદ્ધિ મળી. આ જાતની વિચારસ્વાતંત્રતા પર્ટુગલ, સ્પેન અથવા ફ્રાન્સમાં તે વખતે ઉત્પન્ન ન થયેલી હોવાથી તે તે દેશના વ્યાપારદ્ધિના તેમજ રાજ્ય વિસ્તારના પ્રયત્ન સિદ્ધ થયા નહીં. ઇંગ્લંડમાં સામાજીક, ધાર્મિક વગેરે બાબતમાં અપ્રોજક બંધનેમાંથી વિચારી અને વિદ્વાન લોકોનાં મન મુક્ત થવાથી, તેમનામાં ચોક્કસ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ હતી, અને સગવડ