________________ 534 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. વિભાગમાં તેમજ 12 માં પ્રકરણના 3 જા તથા 4 થા વિભાગમાં આવી ગઈ છે. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યની સ્થાપનાની શરૂઆત બંગાળામાં થઈ અને એ પ્રાંત પ્રથમ તેમના કબજામાં આવવાથી ભવિષ્યમાં રાજ્યવિસ્તાર કરવાનું તેમને સામર્થ મળ્યું. આ કારણને લીધે બંગાળામાં અંગ્રેજોને દેશી અધિકારીઓ સાથે સંબંધ કેવી રીતે બંધાતે ગયે તે જાણવું અવશ્ય છે. લાંબા કાળ સુધી આ પ્રાંતમાં પરરાજ્ય હતું. તેરમા સૈકાના પ્રથમ અર્ધ ભાગમાં બંગાળ પ્રાંત મુસલમાનોના તાબામાં ગયે, ત્યારપછી પાંચ વર્ષ થઈ ગયાં છતાં તેમને કાબુ ઢીલે પડ્યો હતે નહીં. મેગલ બાદશાહના અમલમાં એ પ્રાંતને વહિવટ ચલાવવા માટે બાદશાહ પિતાને સુબેદાર મેકલ. ઔરંગજેબના મરણ બાદ એ સુબેદાર સ્વતંત્ર થયે, અને તેને અધિકાર વંશપરંપરાનો થયો. ઉપર કહેલા પાંચ વર્ષના કાળમાં બહારના નવા મુસલમાને દેશમાં પુષ્કળ આવ્યા, તથાપિ અહીં હિંદીઓની ભરતી વિશેષ રહી અને હજી પણ છે. મુખ્ય અધિકારી મુસલમાન હતું છતાં હાલની માફક તે સમયે પણ સઘળો કા કારભાર હિંદી નાકરોના હાથમાં હતું. લશ્કરમાં હિંદુઓની સંખ્યા વિશેષ હતી; હિસાબનું કામ તથા વેપાર એ સર્વ હિંદુ માટે નિર્માણ થયેલાં હતાં. અમીચંદ અને નગરશેઠ ઉ જગતશેઠ વગેરે ધનાઢય વેપારીઓને લાગવગ રાજ્યમાં અસીમ હેવાથી, તેમની સંમતિ વિના એક પાંદડું પણ હાલી શકતું નહીં. એમ છતાં સામાન્ય જનસમુહને રાજકીય ફેરફારની પરવા નહોતી. સાધારણ રીતે હિંદુઓ નિર્વ્યસની, આદરશીલ અને ધાર્મિક હતા. સ્ત્રીઓ ભારે મમતાળુ અને પતિનિષ્ઠ હતી. તેમના સામાજીક, ધાર્મિક મહાલની નીચે એક ફાટે કરે છે. તેને હુગલી નદી કહે છે. આ નદી ઘણીખરી દક્ષિણ તરફ વહેતી હોવાથી કલકત્તાની નીચે સમુદ્રને મળે છે. એને કાંઠે મુર્શિદાબાદ, કાસીમબજાર, પ્લાસી, ખટવા, હુગલી, ચિનસુરા, ચંદ્રનગર, કલક્તા અને તેના મુખ આગળ કુટા કરીને શહેરે છે. ઉપર ભાગીરથીને કાંઠે બકસાર, પટના, મેંગીર, ભાગલપૂર, રાજમહાલ તથા ઘેરીઆ છે, અને એ સઘળાં હુગલીને ફાંટે નીકળે છે તે પહેલાં સામસામી બાજુએ આવેલાં છે.