________________ 532 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ભરેલું તથા ઉપયોગી હોય તે કરવામાં કેઈને અડચણ કરવી નહીં, એવો વિચાર સામાન્ય રીતે આખા દેશમાં પ્રચલિત થયા હતા,” એવું ઈગ્લેંડને વિધાન ઇતિહાસકાર લેકી પ્રતિપાદન કરે છે. આવા વિચારસ્વાતંત્રને ગતિ મળતાં, અઢારમા સૈકાના મધ્ય ભાગમાં વેપાર તથા રાજ્ય વૃદ્ધિના કામમાં અંગ્રેજોએ ઝકાવ્યું, અને તે સર્વ રીતે ફત્તેહમંદ થયા. પાર્ટગલ તથા પેને આ ઉદ્યોગ શરૂ કર્યો, ત્યારે ઉપરના વિચારસ્વાતંત્રતાને અભાવે તે ઉદ્યોગ આખરે નિષ્ફળ ગયો. ફ્રાન્સની સ્થિતિ સઘળી રીતે સ્પેન પોર્ટુગલ સરખી નહોતી તે પણ ઘણી ખરી બાબતમાં તેને મળતી આવતી હતી. કાન્સમાં ધર્મખાતાંને કાબુ બીજી રાષ્ટ્રીય ચળવળ ઉપર પુષ્કળ હતે. કર્નાટકમાં લાલી ઝનુનથી લડતે હતું ત્યારે તેને ઉતારી પાડી ટ્રાન્સની રાજકીય શકિતને હાની પહોંચાડવા માટે પેન્ડીચેરીમાં જેyઈટ પાદરી લાહુરના મહાન પ્રયત્ન ચાલુ હતા. તાત્પર્ય કે અમુક એક ધર્મ સંબંધી દુરાગ્રહ પાર પાડવા માટે રાષ્ટ્રની બીજી બાબતમાં ઉપયોગ માં આવતું સામર્થ્ય હીન કરવા ધર્મ ખાતાનાં માણસો હમેશા તત્પર હતાં. પાશ્ચાત્ય પ્રજા અન્ય દેશોમાં દાખલ થઈ ત્યારે પરદેશી લેકને જેરજુલમથી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાને તેમણે સપાટો ચલાવ્યો. ધર્મ સંબંધી આ દુરાગ્રહ મનમાંથી જાતે રહેતાં મુત્સદ્દી લેકને વ્યવહાર નિર્વિધને ચાલે છે; એવી સ્વતંત્રતા વિના તેમનાં કામ પાર ઉતરી શકતાં નથી. અંગ્રેજોને હિંદુસ્તાનમાં પિતાના ધાર્મિક જુસ્સાને મૂળથીજ દબાણમાં રાખ પડ્યો હતું. અંગ્રેજ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ ઉપાડેલે ઉદ્યોગ હિંદુસ્તાનમાં ફળીભૂત થવાનાં જે નૈતિક કારણો હતાં તેમાં અંગ્રેજોના મનમાંના વ્યવહારિક વિચારો અને ધાર્મિક દુરાગ્રહને અભાવ એ બે પ્રબળ હતાં. કર્નાટકમાં અંગ્રેજ સેન્ચ વચ્ચે જે ત્રણ ઝગડા થયા તેમાંના પહેલા અને બીજામાં બેઉ પક્ષ ઘણુંખરા બરાબરજ હતા. બીજામાં કદાચિત ફ્રેન્ચ સત્તા થેડી ઘણી જોર ઉપર હતી એમ કહી શકાય. ત્રીજા અને છેલ્લા ઝગડામાં ફ્રાન્સની આ દેશમાંની સત્તાને નાશ થયો, અને એ પછી કાન્સ પિતાનું માથું ફરીથી ઉંચું કરી શક્યું નહીં. વીસ વર્ષ પછી સને