________________ 530 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. જર્મનીમાં તેની પુરી ફજેતી થઈ સમુદ્ર ઉપર જ્યાં ત્યાં તેણે હાર ખાધી. આ યુદ્ધમાં કાન્સને આ સઘળાં પરિણમે ભેગવવાં પડ્યાં તે પછી હિંદુસ્તાનમાંની ફ્રેન્ચ સત્તા માત્ર લાલીની કમઅક્કલને લીધે અથવા ડુપ્લેને પાછે બેલાવી લેવાને લીધે નાશ પામી એમ કેમ કહી શકાય? હવે આ યુદ્ધમાં ફ્રેન્ચ લેકને પરાજ્ય થવાનાં અને અંગ્રેજોને યશ મળવાનાં ખાસ કારણે ક્યાં હતાં તે આપણે જોઈએ. બંગાળાના નવાબને પરાભવ થતાં (1) બંગાળ પ્રાંત અંગ્રેજોને મળવાથી પૈસા, લશ્કર વગેરે યુદ્ધની સર્વ સામગ્રી તેમને આતી તૈયાર મળી, અને યુદ્ધ કરવા માટે બહાર જવાની સત્તા આપનારી જગ્યા ઉત્પન્ન થઈ આવી સ્વસત્તાની ફ્રેન્ચ લેકોની જગ્યા મેરીશીઅસ હતી, પણ તે દૂર હોવા ઉપરાંત બંગાળ પ્રાંત જેટલી સમૃદ્ધિ નહોતી. (2) બીજી મુખ્ય બાબત એ હતી કે સુભાગ્યે અંગ્રેજોને કલાઈવ સરખે અદ્વિતીય પુરૂષ મળ્યો હતો. ફ્રેન્ચ સરદાર લાલી પ્રત્યેક બાબતમાં લાઈવ કરતાં ઉતરતો હતો. આ તાત્કાલિક કારણે થયાં; પણ ફ્રેન્ચ શક્તિ નિર્મળ થવાનાં સામાન્ય કારણ હેઠળ પ્રમાણે હતાં–(૩) ફેન્ચ ઈસ્ટ ઈડીઆ કંપનીની સાંપરિક સ્થિતિ ઘણી ખરાબ હતી; (4) યુરોપમાં તેમજ હિંદુસ્તાનમાં તેને કારભાર વ્યવસ્થિત ચાલતું નહોતું; (5). યુરોપમાંના રાજ્યકારભારની સગવડ માટે હિંદુસ્તાનમાંના વેપાર તથા વસાહતને દુરૂપયોગ કરવામાં આવતા. (6) ફ્રાન્સના કાફલાની સત્તા અદશ્ય થઈ જવાથી તે દૂરના પ્રદેશોનું રક્ષણ કરવામાં અશક્ય નીવડયું; અને (7) અંગ્રેજ રાયે આ ઝગડામાં અંતઃકરણપૂર્વક તથા ઉલ્લાસથી લક્ષ ઘાલ્યું. તેમની તરફથી યુદ્ધનું સુત્ર હલાવનારા ગૃહસ્થો ઘણું હોંશીઆર હતા, તેમના યુદ્ધ ખાતાના મુખ્ય વિલિઅમ પિટ જેવા ચાલાક માણસે આજ સુધીમાં ઘણું થડા ઉત્પન્ન થયા છે. દેશમાંના સાહસિક અને હિમતવાન લેકેને સારે ટેકો આપી તેમની મારફત રાજ્યનું કામ ઉત્તમ પ્રકારે પિટે કરાવી લીધું. બીજી તરફ ફ્રાન્સના રાજા પંદરમાં લુઈની તથા તેના નીતિભ્રષ્ટ સલાહકારોની તુલના પિટ સાથે કેવી રીતે થઈ શકે? બેઉ દેશ વચ્ચેને આ ભેદ ધ્યાનમાં રાખવા જોગ છે. (8) ઉભય દેશનાં શિક્ષણમાં તેમજ પ્રગતિમાં