________________ પ્રકરણ 19 મું. ] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ. 529 નિમણુક થઈ હતી તે પણ, તે સમયની પરિસ્થિતિનું ઐતિહાસિક દષ્ટિએ અવકન કરતાં, એ કામ તેમને માટે અતિ દુર્ધટ માલમ પડે છે. કેન્સ સત્તાની પડતી આકસ્મિક, કાલ્પનિક અથવા દૈવિક કારણોને લીધે થઈ હતી એ જેમનો અભિપ્રાય હોય તેમણે ઇતિહાસનું અધ્યયન કરવાની જરૂર નથી. આ ફેરફાર માનવી શકિતથી ઉત્પન્ન થાય છે અને તેને આધાર માનવી બુદ્ધિ ઉપર હોય છે એમ સમજનારાને જ એ અધ્યયન ઉપયેગી થાય છે. ફ્રેન્ચ સરકારે પ્લેને અણુ વખતે બેલાવી લેવાથી, લાખુને અને ડાશેના પિતાનાં વહાણ લઈ એકદમ ચાલ્યા જવાથી, અથવા લાલીના ઉતાવળીઆ તથા હઠીલા સ્વભાવને લીધે, અગર એવાંજ બીજાં કારણને લીધે હિંદુસ્તાનમાંથી ફ્રેન્ચ સત્તા અદ્રશ્ય થઈ એવું કંઈ નહતું. આ કારણોનું પરિણામ થોડા વખતનું હેય, પણ આખરનું પરિણામ એ કારણથી ખાસ કરી બદલાઈ શકતે નહીં. બીજા કેટલાક લેખકે એવું પ્રતિપાદન કરે છે કે દૂરના પ્રદેશમાં જઈ મોટાં મોટાં રાજકીય પરાક્રમ કરવાની અક્કલ તથા સાહસ ફ્રાન્સમાં ન હોવાથી તેની સત્તા હિંદુસ્તાનમાં સ્થાપન થઈ નહીં. એ કહેવું પણ ઉપરના જેવું જ અપ્રાજક છે. સાહસ, કલ્પનાશક્તિ ઈત્યાદી ગુણમાં કાન્સ અન્ય દેશો કરતાં બીલકુલ ઉતરતું નહોતું. સત્તરમા અને અઢારમા સૈકામાં અમેરિકા અને એશિયા ખંડમાં ફ્રેન્ચ લોકેએ અનેક ડહાપણ ભરેલાં તેમજ સાહસિક કામો કર્યા છે. પરંતુ ફ્રેન્ચ રાષ્ટ્રની ન્યુનતા બીજી બાબતેમાં હતી. પંદરમા લુઈની કારકિર્દીમાં ડાન્સને કારભાર ડહાપણથી ચલાવવામાં આવ્યો નહોત; રાજ્યમાંના મોટા મેટા બનાવો ચાલાક પ્રધાને મારફત નહીં, પણ રાજાની મરજી સંપાદન કરેલી રખાય તથા મસ્કરાઓ મારફત થતા. અઢારમા સૈકામાં કેન્ચ સત્તાને નાશ થવાનાં બીજાં અનેક કારણે છે તે સર્વ અહીં આપવાનું પ્રયોજન નથી. “સાત વર્ષનાં યુદ્ધમાં કાન્સને હિંદુસ્તાનમાં જ અપયશ મળે એમ નહોતું, પણ એજ યુદ્ધમાં ઉત્તર અમેરિકામાંનાં તથા આફ્રિકામાંનાં સઘળાં વસાહત તેના હાથમાંથી જતાં રહ્યાં, ઉત્કૃષ્ટ વેસ્ટ ઈન્ડીઆના ટાપુએ તેને છોડી દેવા પડ્યા,