________________ 57. પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ હાથમાંથી ફર્ડ લઈ લેવાથી બુસીને મળનારી મદદ જતી રહી, નિઝામના દરબારમાં તેની બેઆબરૂ થઈ અને દક્ષિણમાંથી કેન્યને પગ કાયમને નીકળ્યો. આ સઘળું નકામો વિલંબ કરવાનું જ પરિણામ હતું. | લાલીના સ્વભાવને લીધેજ ડાશેએ તેને મદદ કરી નહીં, તેણે અહીંના લેકેની તેમજ પ્રદેશની ખબર મેળવવા તજવીજ કરી નહીં, અને મળેલી માહિતી તરછેડી કહાડી હતી, ખર્ચ ખુટવાથી અકળાઈ જઈ ગમે તેવાં કર્યો તે કરવા લાગે. આ સ્થિતિમાં અંગ્રેજોના કાફલાએ ફ્રેન્ચ વહાણોને નાશ કર્યો ત્યારે હૈદ્રાબાદથી બુસીને એકદમ બોલાવી મંગાવવા તેને જરૂર પડી. તેની સાથે લાલીએ રેગ્ય વર્તણુક ચલાવી હતી તે હરકત નહતી. પણ તેનું અપમાન થતાં લાલીને સઘળો આધાર જતો રહ્યો. ભારે મુશ્કેલીઓથી તે ઘેરાઈ ગયા, તેના હાથમાં બચાવનું એક પણ સાધન રહ્યું નહીં; માણસે વિફર્યા હતાં. લશ્કરને તેના ઉપર અવિશ્વાસ હતો. આવા સંકટમાં અકળાઈ જઈ તેણે મદ્રાસ ઉપર હુમલે કર્યો; એમાં તેને કંઈ ફતેહ મળી નહીં. પિન્ડીચેરીમાં સર્વત્ર ઉદાસીનતા અને નિરાશાની છાયા પ્રસરી રહી, અને આખરે વાંડીવૉશની લડાઈએ સઘળી વાતનો અંત આણ્યો. 6 ફ્રેન્ચની પડતી ઉપર વિવેચન-સને 1761 માં પિન્ડીચેરી અંગ્રેજોને શરણે જતાં આ બે પાશ્ચાત્ય પ્રજા વચ્ચેના હિંદુસ્તાનમાંનાં યુદ્ધને અંત આવ્યો. સને 1725 થી સને 1769 માં ફ્રેન્ચ કંપની બંધ પડી તે દરમિયાનનાં ચાળીસ વર્ષમાં 37 કરોડ 60 લાખ કાંક એકલે સુમારે વીસ કરોડ રૂપીઆ ફ્રેન્ચ સરકારે હિંદુસ્તાનમાં વેપાર કરવા માટે કંપનીને વ્યાજે ધીર્યા હતા. એ રકમમાંથી લગભગ દસ કરોડ રૂપીઆ નુકસાન થયું હતું. એ ખેટ માટેની જે કચાટ પાછળથી રહી તેજ માત્ર આ સઘળા. પ્રચંડ પ્રયાસને ફાયદે કાન્સને થયે એમ વંટેર જણાવે છે. સને 1763 ના પારીસના તહનામાની રૂએ અગાઉનાં બે ચાર સંસ્થાને કેન્યના તાબામાં આવ્યાં ખરાં, પણ એ ઠેકાણે કિલ્લેબંધી કરવાની તેમજ લશ્કર રાખવાની મનાઈ હોવાથી ફ્રેન્ચ સત્તાને સદંતર નાશ થયેલ લેખી શકાય. યુદ્ધ માટે કિંવા વેપાર માટે કિનારા ઉપર તટબંધી કરેલી જગ્યા