________________ પ્રકરણ 19 મું.] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ 533 1781 માં તેણે હિંદુસ્તાન તરફ કાફેલે મોકલી ગુમાવેલે વૈભવ પાછો મેળવવા પ્રયત્ન કર્યો. એ કાફલાને મુખ્ય અધિપતિ સન (Suffren) અત્યંત કુશળ અને અદ્વિતીય પુરૂષ હતો, છતાં હિંદી કિનારા ઉપર સ્વસત્તાનું એક પણ મજબૂત ઠેકાણું કાન્સના હાથમાં ન હોવાથી તે કંઈ મહત્વનું કામ કરી શક્યો નહીં. એ વેળા સર્વ બાજુથી શત્રુઓ ઈગ્લંડની સામા ઉઠ્યા હતા છતાં તેણે તે સઘળાની સામા યુક્તિથી પિતાને બચાવ કર્યો, અને ફ્રાન્સને યશ મળ્યો નહીં. આથી સને 1763 નું વર્ષ હિંદુસ્તાનને લગતા પાશ્ચાત્ય પ્રજાના ઈતિહાસમાં વિશેષ સ્મરણય છે. તે વર્ષથી ઇંગ્લંડના સઘળા યુરોપિયન પ્રતિસ્પર્ધીઓ નાશ પામી તિપિતાને સ્થાને સ્વસ્થ બેસી ગયા અને ઇંગ્લંડની સત્તા નિષ્કટેક થઈ યુરોપિયન શત્રુઓ દૂર થવાથી ઇંગ્લંડને અહીં દેશી રાજાઓના સાથે બાથ ભીડવાની રહી. સને 1763 પછી જે ઝગડા દેશી અને અંગ્રેજ વચ્ચે ઉઠવાને હવે તેમાં યશ કોને મળશે એ બાબત સંશય રાખવાને કારણ નહતું, અને અનેક સુજ્ઞ પુરૂષોએ તેનું અચુક ભવિષ્ય અગાડીથી ભાખ્યું હતું. પ્રકરણ 20 મું. સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા સને 1756. 1. બગાળાના નવાબ. 2. અલિવદ્યખાન. 3. જકાત મારીને દુરૂપયેગ. 4. સુરાજ-ઉદ-દૌલાને ગુસ્સે ઉશ્કેરવાનાં કારણે. 5. કાસીમ બજારની વખારની પડતી. 6. કલકત્તામાંથી અંગ્રેજોને ઉઠાવ. 7. બ્લેક હોલ” ઉર્ફે અંધારી કોટડીને બનાવ.૮. અંગ્રેજોએ કલકત્તા પાછું મેળવ્યું. 1, બંગાળાના નવાબ (સ. 1701-42) –બંગાળામાં અંગ્રેજોનાં સંસ્થાન કેવી રીતે સ્થાપન થયાં તેની હકીકત 10 મા પ્રકરણના 4 થા * આ તથા એની પછીનાં પ્રકરણમાંની માહિતી સમજવામાં નીચેનાં ભૂગલિક સ્થાને ધ્યાનમાં રાખવાં જોઈએ. ભાગીરથી પટનાથી અગ્નિકોણમાં વહે છે તેને રાજ