________________ પ્રકરણ 18 મું. કેન્ય, નિઝામ અને મરાઠા. 499 ટપકાવી ગેદેને હવાલે કરી હતી, અને ફ્રેન્ચ સત્તા કાયમ બેસાડવા માટે કર્નાટકમાં તેમજ બીજે ઠેકાણે કેવી યેજના કરવી જોઈએ, તે સઘળું સ્પષ્ટ જણાવ્યું હતું. વળી અંગ્રેજોની મદદે એડમિરલ વૅટસનની સરદારી હેઠળ એક મેટી ફોજ આવી પહોંચે તે અગાઉ કર્નાટકને બંદે બસ્ત પુરે કરવા માટે ડુપ્લેએ આગ્રહપૂર્વક ગેદેને સૂચના કરી હતી. તેણે એમાંનું કંઈ પણ નહીં કરતાં, માત્ર અંગ્રેજ ગવર્નર સૌડર્સ સાથે તહનામાના સંદેશા ચાલુ કર્યા. ડુપ્લેના જવાથી અંગ્રેજોને અતિશય સંતોષ થયો હતો, અને તેમણે દેશીઓનાં મન ફ્રેન્ચ લેકની નાલેશીથી ભરવા માંડ્યાં હતાં. આથી ફ્રેન્ચ લોકેના અનુયાયીઓ શરમીંદા પડી ગયા. સલાબતજંગને વિશ્વાસ બુસી ઉપરથી ઉઠવા લાગે; મુરારરાવ ઘોર પડે તથા મહેસુરનો રાજા ફ્રેન્ચને પક્ષ છોડવા તૈયાર થયા. જુદા જુદા ઠેકાણુના ફ્રેન્ચ અધિકારીઓને પિતાનાં કામે કરવામાં અડચણ જણાવવા લાગી, અને ભવિષ્યમાં શું કરવું તે બાબત તેઓ વિચાર કરવા લાગ્યા. ટીચીનાપલી આગળ યુદ્ધ ચાલતું હતું, પણ ત્યાં મદદ મોકલવાની ગદેએ કંઈ તજવીજ કરી નહીં ત્યારે અંગ્રેજોએ તે શેહેર સંપૂર્ણ રીતે કબજે કર્યું અને ત્યાંની ગ્ય વ્યવસ્થા કરી. ગમે તે રીતે તહ કરવાને અને ડુપ્લેએ ઉપાડેલાં સઘળાં કામ ઉલટાવી નાંખવાનેજ ગેદેને ઉદ્દેશ હતો. આ વાતથી સંડર્સ માહિત હેવાથી તેણે પિતાનાં સંસ્થાનને સઘળી રીતે ફાયદો મેળવી લીધો. સને 1754 ના અકટોબર માસમાં કેલકરાર માટે સંદેશા ચાલુ થતાં બે મહિનામાં હેઠળ પ્રમાણેની સરતે નક્કી થઈ - અંગ્રેજ તથા ફેન્સ કંપનીઓએ દેશી રજવાડામાંથી મેળવેલો માનમરતબે છોડી દે, હવે પછી તેમના મહેમાહેના કલહમાં બીલકુલ દખલ કરવી નહીં, મદ્રાસ, ફર્ટ સેન્ટ ઝેવિડ અને દેવીકેટ અંગ્રેજો પાસે રહે, અને પિન્ડીચેરી તથા નિઝામપટ્ટણ કેન્યના કબજામાં રહે; ઉત્તર સરકારને પ્રાંત બન્ને સંસ્થાએ સરખે હિસ્સે વહેંચી લે. આ ઉપરાંત કેલકરારમાં પુષ્કળ કલમો હતી, પણ મહમદઅલ્લીની બાબતમાં કંઈ પણ ઉલ્લેખ નહે. આને અર્થ એ થયો કે મહમદઅલ્લીને વિના તકરારે કર્નાટકને કબજે મળી ગયે, ડુપ્લેને શ્રમ ફોગટ જતાં અંગ્રેજોને ઉત્કર્ષ થયે, અને