________________ પ્રકરણ 18 મું] 501 અંગ્રેજોને યોગ્ય લાગ્યું નહીં. સને 1755 ના અકટોબરમાં કલાઈવ ઇંગ્લેડથી મુંબઈ આવી પહોંચ્યા, અને તેણે પશ્ચિમ કિનારા ઉપર આગ્રેને વિજયદુર્ગને કિલ્લે પેશ્વાની મદદથી સર કર્યો. અહીં અંગ્રેજોને પુષ્કળ નાણું તેમજ પશ્ચિમ કિનારા ઉપર એક આશ્રય લેવાની જગ્યા મળી. (સને 1756). આ કામ પૂર્ણ થતાં લાઈવ અને વૈટસન દેજો સંસ્થાનની ખબર લેવા મદ્રાસ આવ્યા એટલામાં કલકત્તાની અંધારી કોટડીમાં અંગ્રેજો ઉપર વર્તલા જુલમની બાતમી આવતાં, હતી તેટલી સઘળી કેજ તથા કાફ લઈ એ બેઉ જણે એક ખુલ્કી માર્ગ તથા બીજે દરિયા માર્ગ, કલકત્તા તરફ ઉપડ્યા. સને 1756 ના મે મહિનામાં યુરોપમાં ઇંગ્લેડ અને ફ્રાન્સ વચ્ચે શા થયેલાની સાત વર્ષના વિગ્રહ” (Seven years' war) ને પરિણામે ઈગ્લેંડને ભારે ઉત્કર્ષ થયે, અને ફ્રાન્સ અધમ અવસ્થાએ જઈ પડયું. એવું જ પરિણામ હિંદુસ્તાનમાં પણ આવ્યા વિના રહ્યું નહીં. યુરોપમાં લડાઈ જાગવાની બાતમી આ દેશમાં મળતાં કાન્સનું સર્વોપરીપણું પાછું મેળવવા ડિલેરીએ મોટો પ્રયત્ન ઉપાડો. અગાઉના અનુભવવાળો ડોટિલ પિડીચેરી હતો તેને તેણે લશ્કરને ઉપરી બના; પણ તે સવળી તરફથી નાસીપાસ થયેલ હોવાથી તેનામાં ઉત્સાહ અને તાકાત બીલકુલ રહ્યાં નહતાં. તકરારનું મૂળ ટીચીનાપેલી હોવાથી કેન્ચ ફેજ સને 1757 ના મે મહિનામાં ત્યાં આગળ આવી. અંગ્રેજોને સરદાર કૅલિડ ( Calliand) ડટિલને ફસાવી ચીન પોલીની મદદે નીકળી જવાથી દિલને હાર ખાઈ પેન્ડીચેરી પાછા ફરવાની જરૂર પડી. એ પછી સોબિને ( M. Saubinet) ની સરદારી હેઠળ ફ્રેન્ચ લશ્કર કર્નાટકમાં દાખલ થયું, અને અનેક ઠેકાણાં હસ્તગત કરી વારંવાર અંગ્રેજોને પરાભવ કર્યો. આ પ્રમાણે કર્ણાટકમાં યુદ્ધ ચાલતું હતું તેવામાં કાન્સથી કાઉન્ટ લાલી (Count Lally) ના હાથ નીચે એક મોટો કાફલે સને 1758 ના એપ્રિલ માસમાં ફ્રેન્ચ સત્તા ફરીથી આ દેશમાં સ્થાપન કરી અંગ્રેજોને હાંકી કહાડવા માટે પિન્ડીચેરી આવ્યો. એ વખતે આર્કટ, વેલેર, કેંજીવરમ,