________________ 507 પ્રકરણ 18 મું. રેન્ચ, નિઝામ અને મરાઠા. અબાધિત હોવો જોઈએ. સને 1748 માં ફ્રેન્ચ કાફલાને નાશ થઈ ગયા હતા, અને સને 1755 માં અંગ્રેજ કેન્ય કાફલાની તુલના કરી જોતાં માલમ પડશે કે અંગ્રેજ આરમાર એ બેમાં વધારે મજબૂત હતો. હિંદુસ્તાનમાં કઈ પ્રજાનું રાજ્ય કાયમ થશે એ પ્રશ્નની મૂળ કુંચી આરમારની શક્તિમાં હતી. એ શક્તિ અજમાવી જેવા કેન્ય સરકારે કંઈ ઓછા પછાડા માર્યા નહતા. સને 1756 માં અંગ્રેજ કેન્ય વચ્ચે જે યુદ્ધ સર્વ પૃથ્વી ઉપર શરૂ થયું, તેમાં બન્ને પ્રજાએ બને તેટલી મહેનત કરી પિતપોતાના કાફલાની શક્તિ અજમાવી જોઈ. એ યુદ્ધમાં ફ્રેન્ચ આરમારના થયેલા નાશમાંથી કેન્ય રાજ્ય હજી પણ બહાર નીકળી શક્યું નથી. સારાંશમાં, ડુપ્લેને પાછો બોલાવવાથી નહીં પણ જે આરમારમાં અંગ્રેજો સામે ટક્કર ઝીલવાનું સામર્થ્ય નહાવાથી હિંદુસ્તાનમાં ફ્રેન્ચ રાજ્ય સ્થાપન થયું નહીં. યુરોપમાં ફ્રેન્ચ કાફલાને નાશ થતાં પણ ડુપ્લેને અહીંને ઉપક્રમ સિદ્ધ થયો હતો કે નહીં એ એક અન્ય દૃષ્ટિથી જોતાં વિચારવા યોગ્ય પ્રશ્ન છે. અરઢમા સૈકામાં દક્ષિણના નિઝામ અગર અયોધ્યાના વઝીરની માફક, પરદેશના સાહસિક પુરૂષો હિંદુસ્તાનમાં આવી રાજ્ય મેળવતા હતા તેમ ડુપ્લેએ સ્થાપેલું સંસ્થાન એક વખત મજબુત થતાં, આરંભમાં ફ્રેન્ચ રાષ્ટ્ર તરફથી તેને મદદ નહીં મળતે તે પણ તે અહીં રાજ્ય સ્થાપી શકતે; અને એકવાર ડુપ્લેને પગ ઠામ થતાં કેન્ય સરકારે તેને ટકે આપ્યો હત, એ એક સંભવનીય મુદ્દો લાયલના વિવેચન વિરૂદ્ધ ઉભો કરવા જેવો છે. એ બાબત જીજ્ઞાસુના વધુ વિવેચન માટે છોડી દેવી ઈષ્ટ છે. * Lyall's British Dominion in India.