________________ 506 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉપર તગ થતો હતો. અંગ્રેજોને આ દેશમાં સઘળે વેપાર ડુબવાને પ્રસંગ આવતાં બે કંપનીના ઝગડામાં આખું ઇંગ્લંડ તરતજ સામીલ થશે, અને કેન્ય આરમાર નિઃશક્ત થયેલું હોવાથી, અંગ્રેજ કાફલે સહજમાં તેને નાશ કરશે એ વાત કેન્ય સરકાર સમજતી હતી. આથી ડુપ્લેને પાછો બોલાવવાની અને કર્નાટકનું નવાબપદ મહમદઅલ્લીને આપવાની અતિ નુકસાનકારક બાબતે કબુલ કરી કેન્ય સરકારે તહનામું કર્યું, અને આવી પડેલા મુશ્કેલ પ્રસંગમાંથી કળે કરી પિતાના હાથ ખેંચી લીધા. આ સઘળી હકીકત ધ્યાનમાં લેતાં ડુપ્લેન ફસી પડવાને આરોપ ન્ય સરકાર ઉપર નાખી શકાશે નહીં. આ સિવાય કેન્ય સરકારને નાણુની ભારે ભીડ હતી. અનેક યુક્તિ કરી ગમે તેમ તે પિતાને નિભાવ કરતી હતી, તેવામાં હિંદુ સ્તાનમાં યુદ્ધ ચલાવતી કંપનીને પૈસા પુરા પાડવાનું સાધન તેની પાસે નહેતું. એની આંટ ઘણી ઘટી ગઈ હતી, અને એણે જે દેવાળું કહાવું હેત તે સરકારને ભારે ધક્કો લાગતું. રાજ્યસત્તા હાથમાં આવ્યા સિવાય વેપાર ચલાવી શકાવવાને નથી એ ડુપ્લેને વિચાર જો કે નિઃસંશય ખરે હતા, તો પણ તે આ સમયે કાન્સ અને ઇંગ્લંડમાં લોકમાન્ય થયો નહોતે. વેપારી કંપનીએ વેપારજ કરે અને તેણે રાજ્ય મેળવવાને લેભ કરે નહીં એવો મત તે વેળાના નામાંકિત ફેન્ચ મુત્સદ્દીએને હોવાથી તેઓ એકસરખી રીતે તે તેના મન ઉપર હસાવતા હતા. આ અભિપ્રાય સર્વમાન્ય થતાં ફુલેને મુદ્દે કેન્ય સરકારે સ્વીકાર્યો નહીં. તેમણે એને પાછા બોલાવ્યો ન હોત તો પણ આ ઝગડાનું આખર પરિણામ ઘણું જુદું આવત નહીં. રાજ્યની ઈમારત આટલી નબળી ભીંત ઉપર ખડી કરી શકાતી નથી. થોડાક ભાડુતી સિપાઇઓ ઉપર અથવા દેશી રાજાઓની નિષ્ઠા ઉપર ઘણે ભરોસે રાખી શકાય નહીં એ વાત, હમણાની માફક, તે વેળા પણ નિર્વિવાદ હતી, અને તેથી જ કુને મરથ નિષ્ફળ થયે તેમાં કંઈ આશ્ચર્ય નથી. એને હેતુ પાર પાડવા માટે ન્ય કાલે મજબત હવા ઉપરાંત ઠેઠ યુરેપ સુધી તેને સંચાર