________________ 512 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. હુકમ પ્રમાણે પાછ હૈદ્રાબાદ ગયે. પણ ગેદેદની અનીતિ અને અપલક્ષણનું પરિણામ નિઝામના દરબારમાં જણાઈ જવાથી કેન્ચ લેકેનાં વચન ઉપરથી લેકેને ભરોસો ઉઠી ગયો. ખુદ નિઝામે બુસીને કહી સંભળાવ્યું હતું કે “કર્નાટકને અધિકારી મહમદઅલી અંગ્રેજોની સહાયથી સર્વોપરી થયે છે, અને કન્યનું નામ જયાં ત્યાં ડુબે છે, આજલગી ફ્રેન્ચ લેકાએ મારા ઉપર અનેક ઉપકાર કર્યા છે તે મારી સ્મરણમાં છે, પણ હવે પછી અમને મદદ કરવાને તેઓમાં સામર્થ્ય અને ઈચ્છા બને રહ્યાં નથી.' બુસીએ નિઝામને પુષ્કળ સમજાવ્યું, પણ તેનું કંઈ મન માન્યું નહીં. આ પછી નિઝામે હેરાર ઉપર કરેલી સ્વારીમાં બુસીએ તેને સારી મદદ કરી, પણ ત્યાંથી પાછા ફરતાં વઝીર શાહ નવાજખાને બુસી વિરૂદ્ધ તેફાન ઉઠાવી તેને નિઝામની નેકરીમાંથી કમી કરાવ્યું. બુસીને નિઝામ દરબારમાંથી હાંકી કહેડાવવાની પેશ્વાની ખટપટ આ પ્રમાણે ફતેહમંદ ઉતરતાં બુસીને પિતાનાં સઘળાં કેન્ય માણસે સાથે રાજ્ય છોડી ચાલ્યા જવાને લેખી હુકમ નિઝામે આપ્યો, અને મદ્રાસથી અંગ્રેજોની મદદ માંગવાનો પત્ર મોકલ્યો (. સને 1756). આ ઉપરથી અંગ્રેજ લશ્કર નિઝામની મદદે જવા ઉપડવાનું હતું, પણ કલકત્તામાં અંધારી કોટડીનું તોફાન ઉઠવાથી તેને એકદમ તે તરફ જવું પડયું. ઉપલા હુકમથી બુસી કંઈ ડગે નહીં. બાલાજીરાવ પેશ્વા તેને નેકરીમાં રાખવા તૈયાર હતા, પણ સુબેદારના હુકમને અનાદર નહીં કરવાના વિચારથી તે હૈદ્રાબાદ ગયે અને ચાર મિનાર નામના બાગમાં પડાવ નાંખે.” તેની મદદે પિડીચેરીથી મુખ્ય અમલદાર લૅની સરદારી હેઠળ લશ્કર આવતું હતું. રસ્તામાં અનેક સંકટ ખમી દુશ્મની સામે થઈ હૈદ્રાબાદ આવી તે બુસીને મળે એટલે તે જોર ઉપર આવ્યા, નિઝામે તેને પુનઃ પિતાની નેકરીમાં લીધે, અને સઘળો વ્યવહાર અગાઉની માફક ચલાવવા માંડ્યો આ ભાંજગડમાં ગુમાવેલા બાર છ મહિના બુસીને મળ્યા હોત, અને પિન્ડીચેરીને વહિવટ ડુપ્લે સરખા ચાલાક પુરૂષના હાથમાં હેત, તે અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી સમૂળગે ઉચ્છેદ કરવાની ફ્રેન્ચ લેકેને સારી તક મળી હોત. મદ્રાસનું સઘળું