________________ પ્રકરણ 19 મું. ] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ. 513 લશ્કર કલકત્તે ગયું હતું, અને ત્યાં બંગાળાના નવાબે અંગ્રેજોને ફડ ઉડાવવાને રંગ જમાવ્યો હતો સને 1756 માં નિઝામ દરબારમાં પિતાને લાગવગ બરાબર બેસતા બુસી થોડું લશ્કર લઈ ઉત્તર સરકાર પ્રાંતમાં ગયે, તે ત્યાં તેને નવાબ સુરાજ-ઉદ-દલાની મદદે જવા માટે આગ્રહપૂર્વક કહેણ મળ્યું. એટલામાં ચંદ્રનગર અંગ્રેજોને હાથ જવાની ખબર બુસીને મળી. તરતજ તેણે અંગ્રેજોના ઉત્તર સરકારના પ્રાંતમાંનું વિશાખાપટ્ટણનું ઘણું આબાદ થાણું હલે કરી કબજે કર્યું (સને 1757). પણ એ કામ પાર પડે તે પહેલાં નિઝામના દરબારમાં ઘંટાળો ઉપસ્થિત થવાથી ખુસીને ત્વરાથી ઔરંગાબાદ જવું પડયું. નિઝામ સલાબત જંગના બને ભાઈ બાલાજંગ અને નિઝામઅલ્લી તથા દીવાન શાહ નવાજખાન એ સઘળાએ એકત્ર થઈ નાના તરેહનાં કારસ્તાને ઉપાડ્યાં, રાજ્યમાં બખેડો કર્યો, અને મરાઠાઓની મદદ વડે ફ્રેન્ચ લોકોને હાંકી કહાડવા તજવીજ કરી. આથી સલાબત અંગે ગભરાઈ ઉઠી ખુસીને પાછા બોલાવ્યો. એણે આવી બખેડે જડમૂળથી ઉખેડી નાખ્યો, અને દરબારમાં અગાઉના જેવી વ્યવસ્થા ચાલુ કરી. આ પછી લાલી તરફથી આગ્રહપૂર્વક તેડું આવતાં તેને નાઈલાજે અહીંથી પિડીચેરી જવું પડ્યું. વાસ્તવિક રીતે ખુસી નિઝામને નેકર હતું, અને તેને લાલીને હુકમ માનવાની જરૂર નહેતી; પણ પિતાની બહાદૂરીથી પ્રેરાઈ સ્વરાષ્ટ્રહનું પાતક તેણે પિતાને માથે લીધું નહીં. હૈદ્રાબાદથી નીકળતી વેળા બુસીએ કૌનલેન્સના (Confians) હાથ હેઠળ પિતાનું કેટલુંક લશ્કર દક્ષિણમાં રાખ્યું. ઉત્તર સરકાર પ્રાંત તરફ ખુસીની પુઠ થતાં વિશાખાપટ્ટણના રાજા આનંદરાજે ફ્રેન્ચ લેકેને હાંકી મુકી શહેર હસ્તગત કર્યું, અને તેમની સામે પિતાને બચાવ કરવા બંગાળામાંથી કલાઈવની મદદ માગી. આ વખતે પ્લાસીની લડાઈ થઈ ગઈ હતી, અને લાઈવ કંઈ ખાસ કામમાં કાયલ નહે. ઉત્તર સરકારમાંના જમીનદારે ફ્રેન્ચ અમલની અવગણના કરી સ્વતંત્ર થવા લાગતા હતા તે સંધિને લાભ લઈ લાઈવ કોન્સિલની