________________ 518 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ચોથે દિવસે તેણે તે શહેર હસ્તગત કર્યું. અહીંથી ફેર્ટ સેન્ટ ડેવિડ ઉપર તેને જવું હતું, પણ તેની પાસે સૈન્યને માટે જોઈતી ધાન્ય સામગ્રી હતી નહીં, તેમ સામાન લઈ જવા માટે ગાડાં પણ નહોતાં, છતાં અન્ય મુલકમાં દાખલ થઈ મળી આવે તેવાં માણસને પકડી કામે લગાડવા એણે ઠરાવ કર્યો. એ પ્રમાણે અમલ કરવાથી તથા લુટથી જે કંઈ હાથ આવે તે લેવાનું શરૂ કરવાથી દેશી લે કે તેની વિરૂદ્ધ ખળભળી ઉઠયા અને તેને સઘળી તરફથી ઘેરી લીધે. આથી તે અત્યંત મુશ્કેલ સ્થિતિમાં આવ્યો, છતાં ગમે તેવી અડચણાની દરકાર કરે તે તે નહોતો. પ્રસંગોપાત જે સુઝે તે પ્રમાણે અમલ કરી તેણે પોતાનું કામ ચલાવ્યું. તા. 16 મી મેએ તેણે ફોર્ટ સેન્ટ ડેવિડ ઉપર તેપને મારો ચલાવ્યો, અને થોડા જ દિવસમાં તે સર કરી શકાશે એમ તેને લાગ્યું. એટલામાં પેન્ડીચેરી ઉપર અંગ્રેજ કાફલો આવી પહોંચ્યાની, અને ફ્રેન્ચ સિપાઈઓ કામ કરવા ના પાડી પગારને વાતે હઠ લઈ બેસી રહેવાની, તેને ખબર મળી. લાલી ત્વરાથી પિડીચેરી ગયે, અને સ્વતઃના પૈસાથી ફેજને સમજાવી લીધી. ફર્ટ સેન્ટ ડેવિડ ઉપર પાછા ફરી તા. 2 જી જુનને દિવસે તેણે કિલ્લે કબજે કર્યો, અને પછી તરતજ દેવીકોટા લીધું. એટલામાં ડાશે કાફલા સહિત કેર્ટ સેન્ટ ડેવિડ આગળ આવી લાગ્યું. તેને લાલીએ પુષ્કળ વિનવી મદ્રાસ ઉપર હલે લઈ જવામાં મદદ કરવા જણાવ્યું. ડાશે તેમ કરવા લઈ પાછો ફરીશ.” એ પ્રમાણે 600 માણસે સહિત કાલે લઈ તે ઉપડી ગયો તે પૂર્વે તેણે વેપારી વહાણોને બચાવ બરાબર કર્યો નહીં. એની નજર ચુકાવી અંગ્રેજ વહાણે પુષ્કળ પૈસા તથા સામાન સાથે મદ્રાસ પહોંચ્યાં. લાલીને પણ મદ્રાસ તરફ કૂચ કરવી હતી, પરંતુ ખર્ચ માટે તેની પાસે કંઈ ન હોવાથી તાંજોર ઉપર સ્વારી કરી પૈસા કહેડાવવાની સલાહ તેને કોન્સિલ તરફથી મળી. છપન્ન લાખ રૂપીઆ આપવા માટે તારના રાજાએ ફુલેને જે દસ્તાવેજ લખી આપે તે તેની બજવણી કરવાની આ યુક્તિ હતી. લાલીને કેન્સિલનાં ફરમાન મુજબ કરવાનું યોગ્ય