________________ 502 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ચિંગલપટ અને ડીવાશ કેન્યના તાબામાં હતાં, અને અંગ્રેજો મદ્રાસ અને ટીચીનાપલીમાં ઘેરાઈ ગયા હતા. 5. ડુપ્લેના કારભાર ઉપર વિવેચન –ગદેએ મુર્ખાઈ ભરેલા કેલકરાર કરવાથી હિંદુસ્તાનમાં ફ્રેન્ચ સત્તાની અવદશા થઈ અને ફુલેએ કરાવી આપેલી પદ્ધતિ છેડી દેવામાં કેન્ય સરકારે પિતાનું વ્હીકણપણું તથા ટુંકી દષ્ટિ પ્રદર્શિત કર્યા, એવી સામાન્ય સમજ હેવાથી, હમણાના કેટલાક ફેન્ચ લેખકે એમ પ્રતિપાદન કરે છે કે, યશ મેળવવાના ઘણું બારીક પ્રસંગે કેન્ચ સરકારે ડુપ્લેના પ્રચંડ ઉદ્યોગને તરછોડી કહા, તેના જેવા વિચારવંત, સાહસિક તથા સ્વરાજ્ય હિતચિંતક પુરૂષને અડચણને વખતે ફસાવ્યા, અને ખરું જોતાં તેને તેડી પાડી અંગ્રેજોએ હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. હિંદુસ્તાનના ઈતિહાસકાર જેમ્સ મીલનું કહેવું એવું છે કે, “લશ્કરી કવાયત શીખેલા યુરોપિયને આગળ દેશી લશ્કર ટકી શકવાનું નહોતું, અને આ લશ્કરી કવાયત અહીંના લેકેને સહજ શીખવી શકાશે એ બે મહત્વની શોધ ફ્રેન્ચ લેકેએ કરી હતી. બીજા ગ્રંથકારેએ મીલના વિચારને અનુવાદ કર્યો છે, અને કેન્ચ સરકારે બતાવેલી બેદરકારી વગેરે ડુસેના અપયશનાં કારણો હોય તેમ વર્ણન કર્યું છે. ડું વિચારશીલ, દૂરદષ્ટિ તેમજ સાહસિક હતો એમાં સંશય નથી, પણ તેના હાથ હેઠળ બુસી સિવાય બીજો કોઈ પણ લાયક પુરૂષ હતે નહીં. અંગ્રેજો પાસે તે સમયે બુસીની બરાબરી કરી શકે તેવા કલાઈવ અને હૈરેન્સ હતા. પણ બુસી પિતાને માનમરતબ તથા સંપત્તિ વધારવામાં ગુંથાયલે હેવાથી, ડુપ્લે તથા લાલીએ ચલાવેલા રાષ્ટ્રીય ઝગડામાં તેનું ચિત્ત નહતું. લશ્કરી કવાયત શીખવી તૈયાર કરેલી દેશી ફેજ પ્રથમ ડુપ્લેએ જ ઉપયોગમાં લીધી હતી, કિનારે છોડી દેશના માંહેલા ભાગમાં પ્રથમ તેણેજ લશ્કર રવાના કર્યું હતું, અને મેગલ બાદશાહીની પડતીની વાત પાશ્ચાત્ય પ્રજાને તેણેજ જાહેર કરી હતી. આ સઘળું ખરૂં હોય તે પણ, અમુક અમુક વિષયમાં નવી શો ડુપ્ટેએ કરેલી એમ જયારે કહેવામાં આવે છે, ત્યારે અહીંની યુદ્ધ પદ્ધતિની અને