________________ 496 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. તેની મરજી સંપાદન કરી હતી. પરંતુ તેનું અંતઃકરણ દુષ્ટ હોવાથી તે ડુપ્લેને નાશ કરવાની તક જેતે હતે. આવેલી તકને લાભ લઈ કેદ કરી કાન્સ પાછો મેકલવાને તેણે ઘાટ રચ્યો, પણ એ વિચારને ડાયરેકટરેએ અનુમતી આપી નહીં. તા. 1 લી ઓગસ્ટ સને 1754 ને દીને ગેદેદનું વહાણ પિડીચેરીના બંદરમાં દાખલ થયું. એને સરળ૫ણે સઘળી વાત સમજાવી હિંદુસ્તાનમાંથી નીકળી જવાની ડુપ્લેને આશા હતી. પણ જ્યારે ગોદેદ્રને મળવા તે વહાણ ઉપર ગયે, ત્યારે તેને અત્યંત તિરસ્કાર થવાથી તેની મૂળ મતલબ માટે તેને સંશય આવવા માંડે. ગેદેદના ઉતરવા બાદ બીજે દીને, એટલે તા. 2 જી ઑગસ્ટે ડુપ્લેએ ફ્રેન્ચ સંસ્થાનને સઘળો કારભાર તેને હવાલે કર્યો. આટલે વખત અનહદ કષ્ટ વેઠી એક નિષ્ઠાથી સ્વરાષ્ટ્રની સેવા કરવાનું આવું પરિણામ આવતું જોઈ તેને અત્યંત દુઃખ ઉપર્યું. ગદેએ તેના કારભારનાં છિદ્ર બહાર પાડવા સારૂ અસાધારણ ખટપટ ઉપાડી, પણ તેની વિરૂદ્ધ કંઈ પણ પ્રાપ્ત થયું નહીં. સરકારી પૈસાની ઉચાપત થઈ હોય તે તે શેધી કહાડવા તેણે સઘળો હિસાબ બારીકાઈથી તપાસે, પણ તેમાં સરકારી નાણું તફરકે થયાનું કંઈ નિશાન નહીં મળતાં, ઉલટું ડુપ્લેના ખાનગી પૈસા કંપનીના દફતરમાં જમે થયેલા માલમ પડ્યા. ડુપ્લે આ પૈસા માટે માગણી કરે તે તેને હેરાન કરવા ઉપાડેલી જના નિષ્ફળ જાય એ વ્હીકે ગેÈદૂએ હિસાબ તપાસવાનું છોડી દીધું. કોઈ પણ રીતે ડુપ્લે પિતાના સાણસામાં સપડાતું નથી એમ વ્યક્ત થતાં, છેવટે તેને ધમકી આપી હિંદુસ્તાનમાંથી હાંકી કહાડવાનો, તથા કંપની ઉપર નીકળતા 24 થી 28 લાખ રૂપીઆમાંથી તેને એક બદામ પણ નહીં મળવા દેવાને ગદેએ નિશ્ચય કર્યો, અને તે પ્રમાણે અમલ કર્યો. ડુપ્લેના આ કહેણ માટે ગોદેદએ એક અક્ષર પણ કાન્સ લખી જણાવ્યું નહીં. એણે કર્નાટકમાં અનેક લેકીને નાણું કરજે આપી તેમને મુલક પિતાના તાબામાં લીધું હતું, એ મલકની વસુલાત સીધીરીતે હુસેને આપી હતી તે તેનું દેવું ફીટી જાત, પણ તેમ નહીં કરતાં ગેદેએ તે સઘળો મુલક કંપનીને હોય તેમ ગણી દીધો. પનીએ ફ્રાન્સથી ડુપ્લેને માટે બે લાખની હુંડી