________________ 492 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. લકને પરાભવ થતો ગયો. આ ઝપાઝપીમાં લોરેન્સ ઘણું બહાદૂરી તથા ચાલાકી દાખવ્યાં હતાં, અને છેવટની લડાઈમાં અસંખ્ય કન્ય લેકે તેના હાથમાં કેદ પકડાયા હતા. આ પ્રમાણે એક સરખો પરાજય થવાથી ફ્રેન્ચ લશ્કરની હિમત ખપી ગઈ. ઝઘડે એક વર્ષ ચાલ્યો છતાં ટીચીનાપલી સર થયું નહીં ત્યારે અંગ્રેજોની સામા થવાનું છોડી દઈ તેમની સાથે તહ કરવાની ડુપ્લેને ઈચ્છા થઈ. યુરોપથી પણ યુદ્ધ બંધ પાડવાનું તેને જણાવવામાં આવ્યું હતું. અસિમ ખર્ચને લીધે કંપની બુમરાણ કરતી હતી, અને ડુપ્લેના શત્રુઓએ મળેલી તકને લાભ લઈ તેની વિરૂદ્ધ પિકાર ઉઠાવ્યા હતા. પિતાના દેશને કંઈ પણ ફાયદો ન થતાં એની રૂચી અનુસાર વર્તન કરવાથી વેપારને ભારે નુકસાન થયું હતું એમ ફ્રેન્ચ કંપનીને લાગવા માંડયું. ડુપ્લેએ ઉપાડેલી યોજના અને આ દેશના રાજકીય વાતાવરણમાં થતા ફેરફાર બરાબર સમજવામાં નહીં આવવાથી ગમે તે લાભદાયી કે નુકસાનકારક પ્રસંગ આવતાં તેમના મનમાં ચળવિચળ થતી હતી. છતાં આવાં છુટક છુટક યુદ્ધથી પિતાનો હેતુ બર આવશે નહીં એમ ડુપ્લેને જણાયાથી, ઘેડા દિવસની વિશ્રાંતિ બાદ દેશી રજવાડાઓ સાથે નવાં કારસ્તાને રચી અંગ્રેજોને પરાભવ કરવાનો તેણે મનસુબો કર્યો. બુસીએ પણ તેને એ બાબત અનુમોદન આપ્યું. નિઝામના દરબારમાં જેકે એનું વજન વિશેષ હતું છતાં તે લાંબે કાળ ટકી શકશે નહીં એમ તે પ્રત્યક્ષ રીતે સમજતો હતો. એથી ગમે તેમ કરી અંગ્રેજો સાથે તહ કરવા તે ડુપ્લેને આગ્રહ કર્યા કરતું હતું. એ બેઉ વચ્ચે ઘાડી મિત્રાચારી બંધાઈ હતી, અને પરિણામે બુસીને દત્તક લેવા પ્લેને વિચાર થયો હતો અને બુસીને પણ તે વાત કબૂલ હતી. પણ કરવા ધારેલા તમાં કર્નાટકને નવાબ કેણુ થાય એ પ્રશ્ન મુખ્ય હોવાથી તે ઉપર અંગ્રેજ ફેન્ચનું એકમત થવા સંભવ નહોતે. અંગ્રેજો મહમદઅલ્લીને નવાબપદ માટે આગળ કરતા, ત્યારે ડુપ્લે પિતે નવાબ થવા માગતો હતે. ડુપ્લેએ ફરીથી એકવાર ચીનાપલી હસ્તગત કરવા પ્રયત્ન આદર્યો, તે માટે નવું લશ્કર તથા નવા સરદારો મોકલ્યા, પણ નસીબને ખેલ