________________ 489 પ્રકરણ 18 મું.] કેચ, નિઝામ અને મરાઠા. પણ નિઝામશાહીમાંનું પિતાનું કામ છોડી દઈ ડુપ્લેની મદદે જવાનું તેને અનુકૂળ નહેતું. એમ છતાં કર્નાટકની નવાબગિરી ડુપ્લેને સોંપવા હુકમ નિઝામ પાસેથી મેળવી તેણે પિન્ડીચેરી રવાના કર્યો. સને 1753 ના આરંભમાં નિઝામના રાજ્યની સઘળી વ્યવસ્થા થઈ ગઈ હોય એમ બુસીને લાગ્યું, પણ ખરી સ્થિતિ કંઈ વિચિત્રજ હતી. એવામાં એકાએક તે અતિશય ભયંકર માંદગીમાં સપડાઈ ગયે, અને સઘળું કામ છોડી વિશ્રાંતિ લેવા માટે મચ્છલિપટ્ટણ જવાની તેને ફરજ પડી. એ વખતે ગૃપિલ (Goupil) નામના તેના હાથ હેઠળના ઈસમને નિઝામ દરબારનું સઘળું કામ સોંપવામાં આવ્યું. આ ગ્રહસ્થ ઘણેજ સાદો તથા તત્કાલીન યોજનાઓ સમજવા તદ્દન અસમર્થ હતું. આથી સૈયદ લશ્કરખાનને કારસ્તાને ઉઠાવવા અવકાશ મળે. ગૃપિલનાં ઢીલાપણાને લીધે લશ્કરનો સઘળે બંદોબસ્ત નરમ પડી ગયે, અને સૈયદ લશ્કરખાને તેને વખતસર પગાર નહીં આપવાથી તેઓ બંડ ઉઠાવવા પ્રવૃત્ત થયા. તેણે અનેક કારણે કેન્ય લશ્કરના વિભાગ પાડી દરેકને જુદે જુદે ઠેકાણે રવાના કરી દીધા. આ પ્રમાણે સઘળું અવ્યવસ્થિત થતાં સૈયદ લશ્કરખાન નિઝામને લઈ ઔરંગાબાદ ચાલ્યો ગયો કે જેથી એટલે દૂર દુશ્મને સામે તેનું સંરક્ષણ કરવા જવા માટે કેન્ચ લશ્કર અશક્ત નિવડે. આવી રીતે કેન્ચ લેકને પિતાની નજદીકમાંથી વિખેરી નાંખી લશ્કરખાને અંગ્રેજો સાથે સંધાન કરી તેમનાં લશ્કરને પોતાની મદદે આવવા આમંત્રણ કર્યું. તેની રૂએ સને 1753 ની આખરે અંગ્રેજ જે દક્ષિણમાં જવું એવું ઠર્યું હતું. આ બાબત અંગ્રેજોને લશ્કરખાને લખેલે એક પત્ર ફેન્યના હાથમાં પડતાં તે ડુપ્લેને મળ્યો ત્યારે તેને સઘળી હકીકત વ્યક્ત થઈ. કંઈપણ વખત યા વિના તેણે પત્રદ્વારા બુસીને સઘળી હકીક્ત જણાવી, અને તેને ગમે તેમ કરી મચ્છલિપટ્ટણ છેડી તાબડતોબ દક્ષિણ તરફ જવા આગ્રહ કર્યો. બુસીની પ્રકૃતિ બરાબર સુધરી નહતી છતાં પણ તેમને તેમ તે નીકળે, સઘળું ફ્રેન્ચ લશ્કર એકત્ર કર્યું અને બનતી ત્વરાથી ઔરંગાબાદ તરફ પ્રયાણ કર્યું. ત્યાં તેની અને નિઝામ વચ્ચે મુલાકાત થઈ, સૈયદ લશ્કરખાને તેને ખરી ખોટી કંઈ પણ ખબર આપી નહીં,