________________ 483 પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. ઑરેન્સ ઇંગ્લંડમાં હત; કલાઈવની ગ્યતા બહાર દેખાઈ આવી નહોતી, અને ડુપ્લેએ રચેલી બાજી ઘણીખરી ફત્તેહમંદ નિવડી હતી. કલાઈવ જેવો અનુપમ પુરૂષ આ વેળા અંગ્રેજો તરફથી નીકળી આવ્યો ન હતા તે ડુપ્લેએ કેન્ચ સત્તાને પાયે હિંદમાં મજબૂત કર્યો હતો એમ હજુ પણ કેટલાક લેકે માને છે. પરંતુ મહાન પુરૂષોની પણ વિચાર શક્તિ એવે પ્રસંગે એકજ બાજુએ એટલી તે જેરમાં દેરાઈ જાય છે કે તેઓ પિતાનાં કૃત્યની ઉલટ બાજુ જઈ શકતા નથી એ એક સામાન્ય માનવી ધર્મ છે, અને તેને અનુસરીને જ ફુલેએ આગળ પાછળ કંઈ પણ વિચાર ન કરતાં ભાવી વૈભવની ધુનમાં પિતાની મૂળ શક્તિ હીણ કરી અને બુસી સરખા લડવૈયાને પિન્ડીચેરીથી દૂર કહાળ્યો. આને લીધે જ ડુપ્લેને પુષ્કળ નુકસાન થયું હતું; બાકી નિઝામ દરબારમાં ફ્રેન્ચ અમલ બેસાડવા માટે બુસી જેવો લાયક પુરૂષ તેને મળતું નહીં. ઔરંગાબાદમાં તેણે પગ મુક તેજ દિવસથી યુતિ પ્રયુકિતથી તેણે પિતાનું વજન અતિશય વધાર્યું, કેન્યની સહાયતા વિના તેને ક્ષણભર પણ ચાલશે નહીં એવી સલાબતજંગની પકકી ખાતરી કરી, અને તેની આસપાસના દીવાન વગેરે અધિકારી મંડળમાં પિતાની તરફનાં માણસો રાખી સઘળી સત્તા પિતાના હાથમાં ખેંચી લીધી. આવી ગઠવણ ચાલતી હતી તેવામાં ગાઝીઉદીન મરાઠાઓની સાથે નિઝામની સામા ધસતે આવતું હતું એવી ખબર ઔરંગાબાદમાં આવી. ઉત્તરમાંથી દેઢ લાખ અને પશ્ચિમ તરફથી પેશ્વાની એક લાખ ફેજ નિઝામના રાજ્ય ઉપર ઉતરી આવતી સાંભળી બુસી બીલકુલ ડગે નહીં, પણ તેમની સામે થઈ કવાયત શીખેલું કેન્ચ લશ્કર મરાઠાઓને કેટલું ભારે પડે છે તે ખુલ્લી રીતે દુનીઆને જાહેર કરવા તેણે નિશ્ચય કર્યો. તે નિઝામને લઈ ઔરંગાબાદથી બેદર આગળ આવ્યું, અને પુણું ઉપર સ્વારી કરવાની તૈયારી કરી. આથી બાલાજીરાવ પેશ્વાને પિતાની સલામતી માટે ધાસ્તી પડી, અને બુસીને બેદર છેડી પુણું ઉપર આવતા અટકાવવા માટે તે નીકળ્યો. ફ્રેન્ચ અને મરાઠાઓ વચ્ચેની આ પહેલ.