________________ 485 પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. દક્ષિણ તરફ આવે છે એવી બાતમી મળતાં, તેમજ અહીં સમાધાન કરવા માટે મરાઠાઓ તૈયાર હેવાથી, તેમની સરત માન્ય કરી બુસી અને નિઝામ ગોવળકેડા તરફ પાછા ફર્યા. એ પછી નિઝામના દીવાન રાજા રઘુનાથદાસનું ખુન થવાથી સલાબત જંગે બુસીની સલાહથી સૈયદ લશ્કરખાનને પિતાને દીવાન બનાવ્યું. પણ લશ્કરખાન રધુનાથદાસના જે કેન્યને દેસ્ત નહોતે. હરેક બહાને તેમને પિતાનાં રાજ્યમાંથી હાંકી કહાડવાની તેની અંદરખાનેની ખટપટ હતી, અને એ હેતુ બર લાવવા તે મરાઠાઓ તથા અંગ્રેજો સાથે કાવાદાવા ચલાવતો હતો. પરંતુ બહારથી ભુસી પ્રત્યે તેણે એ પ્રેમ દાખવ્યો, કે તેની મીઠી વાણીમાં લુબ્ધ થઈ તેને જ દીવાન તરીકે નીમવા બુસીએ નિઝામને સુચના કરી. ગાઝીઉદ્દીન સપ્ટેમ્બર ૧૭પર માં ઔરંગાબાદ આવી પહોંચ્યા, તેણે મરાઠાઓને પુષ્કળ મુલક આપવાની કબૂલાત આપી પિતાના પક્ષમાં આવવા લલચાવ્યા. આ ભાંજગડ ચાલતી હતી તેવામાં નિઝામ-ઉલ-મુલ્કની બીજી સ્ત્રી, નિઝામઅલ્લીની મા, જે ઔરંગાબાદમાં રહેતી હતી, તેણે ગાઝીઉદ્દીનને પિતાને ત્યાં મિજબાનીમાં બેલાવી રાકમાં ઝેર આપી મારી નાંખ્યો. આ પ્રમાણે સલાબતજંગને પણ નાશ કરી પિતાના છોકરાને નિઝામી અપાવવાને તેને આશય હતો. ગાઝીઉદ્દીનનાં મરણથી સલાબત જંગનો એક શત્રુ ઓછો થયે, અને તેણે મરાઠાઓ સાથે તહ કરી એટલે તેઓ પણ દૂર થયા. આ કેલકરારથી તાપી અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ મરાઠાઓને મળે, અને ભોંસલેએ વેણગંગાની પિલીમેર જવું નહીં એમ ઠર્યું. આ મુજબ વ્યવસ્થા કરી નિઝામ અને બુસી સને ૧૭પ૩ ના આરંભમાં હૈદ્રાબાદ આવ્યા. એ શહેર આગળ જતાં નિઝામની રાજધાની થયું. 2, મરાઠાઓને અંતિમ હેતુ–કર્નાટકમાં તથા મહારાષ્ટ્રમાં આ સમયે ચાલેલા અંગ્રેજ ફ્રેન્ચ વ્યવહારમાં મરાઠાઓએ તેમજ તેમને રાજ્યકારભાર ચલાવનાર પેશ્વાએ આગળ પડતો ભાગ લીધેલ હેવાથી, તેમના . રાજ્યકારભારનું રહસ્ય સમજ્યા સિવાય અંગ્રેજ કેન્ચ વચ્ચેના અનેક