________________ 484 હિંદુરતાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે વહેલી ઝપાઝપી હતી. પેશ્વા પાસે ચુંટી કહાડેલું ચાળીસ હજાર ઘોડેસ્વાર લશ્કર હતું, અને બાકીનું પુણાના બચાવ માટે તેણે પાછળ રાખ્યું હતું. બુસીએ તપને મારો ચલાવ્યો તે સામે મરાઠા સ્વારે ચાલાકીથી આગળ ધસ્યા. પણ તેપના ઉપરાચાપરી આવતા ગોળા સહન નહીં કરી શકવાથી તેઓ પાછા ફરી નાસી ગયા ( નવેમ્બર ૧ષ્પ૧). પાણીપતનાં યુદ્ધ પૂર્વે મરાઠાઓ તપખાનાને ઘણે ઉપયોગ કરતા નહીં કેમકે તેમનાં અસાધારણું ઝડપથી ભટકવામાં ભારે પખાનું અડચણ રૂપજ હતું. આ સમયે મરાઠાઓમાં બે પક્ષ હતા. તારાબાઈ અને પેશ્વા વચ્ચે વિધ હેવાથી પેશ્વાને નાશ કરવા માટે તારાબાઈએ નિઝામને પુણા ઉપર સ્વારી કરવા ઉશ્કેર્યો હતો. એ ઉપરથી નિઝામની છાવણીમાં ભંગાણ પડાવવાના હેતુથી પેશ્વાએ એવો ગપાટ ચલાવ્યો કે બુસી નિઝામનું રાજ્ય છીનવી લેવા ખટપટ કરી રહ્યા હતા. આવાં અંતસ્થ કારસ્તાને ચાલુ હતાં, તે વખતે મરાઠાઓની પુઠ પકડી કુકડી નદી ઉપર પેશ્વાની છાવણી હતી ત્યાં બુસી એકદમ આવી પહોંચે. એક દિવસે ચંદ્રગ્રહણ હોવાથી રાતે પેશ્વાનાં માણસો સ્નાન તથા પુજા કરવામાં નિમગ્ન હતાં ત્યારે બુસીએ એકાએક તોપખાનું લાવી તેમના ઉપર મારો ચલાવ્યો કે તરત જ મરાઠાઓ સ્વાર થઈ છવ લઈ નાઠા. એમ છતાં આ વખતે મરાઠાઓને ઘણું નુકસાન થયું નહીં. બીજે દિને બુસીએ તગામ ઉપર હલ્લે કરી શહેરને નાશ કર્યો. તા. 27 મી નવેમ્બરે રાણોજી શિંદે તથા તેના છોકરા દત્તાજી અને મહાદજી તેમજ કેહેર ત્રિબક એકબોટે એ સઘળાએ મળી બુસી ઉપર હલ્લો કયો, તેમાં પણ મરાઠાઓને યશ મળે નહીં, તે પણ એકબોટેનાં વિલક્ષણ પરાક્રમને લીધે તેમનો સદંતર નાશ થતો અટક્યો; એકબાટને આ વેળાએ “ફાંકડે” ને ખિતાબ મળ્યો. બીજે દિવસે ભિમા નદી ઉપરનું કેરેગામ બુસીએ કબજે કરવાથી તે હવે પુણથી વીસ માઈલજ દૂર રહ્યો હતું. બુસીના મનમાં હજી આગળ વધી લડવાનો વિચાર હતા પણ સલાબતજંગને તે પસંદ પડે નહીં, કારણકે દિલ્હીથી ધસી આવતા ગાઝીઉદીનને હરાવવા તે યાકુળવ્યાકુળ થતું હતું. ગાઝીઉદીન પણ ત્વરાથી