________________ 474 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. તા. 4 થી અકબર, સને 1751 ને દીને રાજા સાહેબે આર્કટને ઘેરે ઘાલ્યો અને તા. 25 મી નવેમ્બરે તે ઉઠાડો ત્યાં સુધીના 50 દિવસમાં કિલ્લામાંનાં અંગ્રેજ લશ્કરને અનેક તરેહનાં સંકટ ભોગવવાં પડયાં. તેમની ખોરાકી પુરી થઈ તેમનાં ઘણું માણસે મરણ પામ્યાં છતાં તેમની સાથેના દેશી સિપાઈઓએ અંગ્રેજો પ્રત્યે અત્યંત પ્રેમ બતા; રાંધેલા ભાત, યુરોપિયનેને આપી પિતે માત્ર ધાણુ ઉપર રહ્યા. આવી રીતે તેમણે કરેલી સહાય હમેશ માટે સ્મરણીય છે. ઘેરે ઉઠતાંજ યુદ્ધની બાજી બદલાઈ ગઈ તેવે પ્રસંગે ચાલાકીથી તેમજ ચંચળાઈથી કામ કરનારા ઘણું ઉપયોગી થઈ પડે છે, તેમ કલાઈવે રાજા સાહેબને વિશ્રાંતિ આપી નહીં. તેણે તેની પુઠ પકડી એટલે પ્લેને મોટી ચિંતા ઉત્પન્ન થઈ તેને આશા હતી કે ટીચીનાપલી સર થતાં લગી રાજા સાહેબ કલાઈવને ગમે તેમ કરી અટકાવી રાખશે, પણ તે આશા ફેગટ ગઈ. કલાઈ છૂટે થતાંજ તે શિરજોર થયો, અને જ્યાં ત્યાં દુશ્મનને નાશ કરવાના કામમાં રોકાયો. આ લડાઈથી ઉત્તર આર્કટ પ્રાંત કલાઈવના તાબામાં આવ્યો. 7, ચદા સાહેબનું છેવટન્દ્રીચીનાપલીના ઘેરાનું કામ સમાધાનકારક ચાલ્યું નહીં. એક પછી એક નવી યુક્તિઓ બતાવી ચંદા સાહેબને હિમત આપવા સિવાય ડુપ્લે વધારે કંઈજ કરી શકે નહીં. લૅના હાથમાં આવેલી અમુલ્ય તક તેણે ફેગટ ગુમાવી. ઘેરામાં સપડાયેલા અંગ્રેજ સેનાપતિ કોપ અને જેનામાંથી કોપને ગળી વાગી તે મુઓ છતાં જેન કંઈપણુ ગડબડ નહીં કરતાં શાંત બેસી રહ્યા. લૌનાં મુખપણને લીધે મહૈસુરનું લશ્કર તેમજ મરાઠા વગેરે લોકે કેન્યની વિરૂદ્ધ થઈ ગયા. કેન્ચ સેનાપતિના આળસમાં તેને આયતી મળેલી મદદ તેની પાસેથી જતી રહી ત્યારે કલાઈવની મદદે પુષ્કળ લશ્કર આવ્યું. આથી તેને આર્કટનો યોગ્ય બચાવ કરવાનું તથા રાજા સાહેબની પુઠ પકડી અરણી આગળ તેને સખત હરાવવાનું ફાવ્યું. સને 1751 ની આખરે કલાઈવ ફેર્ટ સેન્ટ ડેવિડ ગો અને ત્યાંથી ટ્રચિનાપલીમાં ઘેરાયેલા મહમદઅલીને છોડવવા જવાને હતો, એટલામાં અરણી આગળ રાજા સાહેબને પરાભવ થવાથી તથા