________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ. પાલખીમાં બેસી મકાજીની છાવણીમાં આવ્યો કે તરત એકદમ તેને બેડી ઠેકવામાં આવી. બીજે દિવસે ચાર મુખ્ય રાજ્યના પ્રતિનિધિની મળેલી સભામાં એને વિષે વિચાર ચલાવવામાં આવ્યો ત્યારે મેજર લોરેન્સ હાજર હતા. પહેલે દિને કંઈ પણ નિકાલ થયે નહીં. લોરેન્સ ચંદ સાહેબને પોતાના તાબામાં લઈ એકાદ સંસ્થાનમાં કેદ રાખવા તૈયાર હતો. પણ એ વિચાર અન્ય સભાસદેને પ્રતિકૂળ લાગતાં બીજે દિવસે લેરેન્સ કાને હાથ મુક્યા અને એ બાબત વચ્ચે પડવા ના પાડી, એટલે તેજ દહાડે (તા. 3 જી જુન 1752) મંકેજીના હુકમથી ચંદા સાહેબનું ડે ઉડાવી નાંખી મહમદઅલ્લીને રવાના કરવામાં આવ્યું. બીજી તરફ લો અને ફ્રેન્ચ ફેજ અંગ્રેજોને શરણે આવી, પણ મહમદઅલ્લીની વિરૂદ્ધ નહીં લડવાની કબુલાત આપવાથી તેઓ છુટયા. આ પ્રમાણે તા. 13 મી જુન, 1753 ને જે 785 યુરોપિયન સિપાઈ, 35 અમલદાર અને 2000 દેશી સિપાઈઓ અંગ્રેજોને તાબે થયા. અંગ્રેજોને 41 ફેન્ચ તેપ મળી. નાલાયક માણસના હાથમાં લડાઈને મેદાન ઉપર સંપૂર્ણ અધિકાર હોવાથી કેન્ચ સત્તાને ઘાતક નિવડે એવું ખરાબ પરિણામ આવ્યું. એ માટે ડુપ્લેને કંઈ પણ દોષ આપવામાં આવતું નથી તેમ તેણે રચેલી બાજી અયોગ્ય હતી એમ પણ ઠરતું નથી. અત્યંત બારીક પ્રસંગે તેણે અપ્રતિમ ધૈર્ય અને દ્રઢનિશ્ચય દાખવ્યાં એજ તેનું ભુષણ છે. એ જાતે સેનાપતિનું કામ કરવાને લાયક ન હોવાથી તેને બીજાના ઉપર આધાર રાખવો પડતે હવે એજ ભેદ ધ્યાનમાં રાખીએ તે સર્વ વાત સ્પષ્ટ થઈ જાય છે. આટલું થયા છતાં પણ ડુપ્લે જાતે ડગે નહીં; પણ અંગ્રેજ જેવા વિરૂદ્ધ પક્ષને જય મળવાથી ફ્રેન્ચ છાવણીમાં કંટા તથા તકરાર ઉત્પન્ન થયાં. સઘળી તરફથી નાસીપાસ થવાથી ડુપ્લેએ હવે બીજીજ બાજી રચી. તાજેરને રાજા, મહૈસુરને રાજા અને મરાઠાઓ મહમદઅલ્લીના મળતીઆ હતા, તેમની વચ્ચે ફુટ પડાવી શત્રુનું જોર કમી કરવાને ઉદ્યોગ તેણે ઉપાડ્યો. એ હેતુ સિદ્ધ થતાં મહમદઅલ્લીના સાથીદારે તેને છોડી ચાલતા થયા. એટલામાં ડુપ્લેને યુરોપથી મદદ આવી મળતાં તેણે અંગ્રેજોને એક બે