________________ ૨જ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. જકાતનું ભરણું કરતા, અને કેઈની આડે જતા નહીં. વળી ઈરાની અખાત તથા પશ્ચિમ કિનારા ઉપર પિગીનું તેફાન દાબી દેવામાં તેઓ મેગલેને ઘણું ઉપયોગી થતા હોવાથી પશ્ચિમે દરીઆની હદના બંદોબસ્તમાં અંગ્રેજ કફલે આપણને ઘણો મદદગાર થઈ પડશે એવું મેગેને લાગ્યું. સને 1928 માં શાહજહાન બાદશાહે પિાર્ટુગીઝ લેકે જયાં મળે ત્યાં તેમને શિક્ષા કરવાની પરવાનગી અંગ્રેજોને આપી. બીજેજ વર્ષે સુંવાળી આગળ અંગ્રેજ તથા પર્ટુગીઝ વહાણો વચ્ચે મેટી લડાઈ થઈ તેમાં બન્ને પક્ષ સરખા ઉતર્યા, તે પણ અંગ્રેજોની શ્રેષ્ઠતા કાયમ રહી. સને 1630 માં ઈગ્લેંડ તથા પોર્ટુગલ વચ્ચે મેડીડ આગળ થયેલા તહનામાની રૂએ એવું કર્યું હતું કે બેઉ દેશની પ્રજાએ પૂર્વ તરફના દેશે. સાથે શાંત રીતે વેપાર કરે. પરંતુ આવા કાગળ ઉપરના ઠરાવથી મનુષ્યના વ્યવહારનું બંધારણ થયું હતું તે પછી જગતની સ્થિતિ નિરાળીજ થાત. એટલું તે ખરું હતું કે અંગ્રેજોને લીધે જકાતનું ઉત્પન્ન મેળવવામાં, અને બીજા શત્રુને બંદેબસ્ત કરવામાં મેગલ સરકારને ઘણે ફાયદો થયો હતે એમ તેઓ સમજતા. એ સમયે મોગલ બાદશાહની સત્તા સમુદ્ર ઉપર બરાબર ચાલતી નહીં. દરીઆ ઉપરના બંદોબસ્ત માટે, અને મકકે જતા યાત્રાળુઓનાં વહાણનાં સંરક્ષણ માટે મેગલ સરકારે જેવી રીતે જંજીરામાં હબસીઓનું થાણું વસાવ્યું હતું તેવી રીતે સુરતમાંના અંગ્રેજો આપણને ઉપયોગી થશે એવું તેમનું માનવું હતું. આ વેળા શાહજહાન બાદશાહની શાંત કારકિર્દી શરૂ થતી હતી, અને હિંદુસ્તાનમાં સર્વ પ્રકારની આબાદી હતી. એશિયા ખંડના સઘળા ભાગમાં અનેક તરેહને માલે સુરત બંદરમાં થઈને હિંદુસ્તાનમાં દાખલ થતા. મચ્છલિપદણ, બહરાનપુર અને આગ્રા સાથે એ શહેરને મુખ્ય વ્યવહાર ચાલતે હોવાથી માલથી ભરેલાં અસંખ્ય ગાડાઓ તથા મોટી મોટી વણઝારો સુરત જવાના રસ્તા ઉપર સર્વકાળ ફરતાં માલમ પડતાં. રાજ્યમાંના ઉત્કૃષ્ટ બંદોબસ્તને લીધે વેપાર તથા દલિત વૃદ્ધિ પામ્યાં. મેસમ વખતે પરદેશી વેપારીઓ સુરતમાં એટલા બધા એકઠા થતા કે તેમને રહેવા