________________ પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાને લેભ. વહાણે પકડી તેનું ધર્માધપણું ઉશ્કેર્યું ન હતા તે સઘળું ચેડામાંજ પતી જતે. અન્ય મેગલ અધિકારીઓની અંગ્રેજો સામે સખત લાગણી ઉશ્કેરાયેલી હોવા છતાં બાદશાહની આજ્ઞા વિરૂદ્ધ જવા કઈ હિંમત કરી શકતું નહીં. શસ્તખાન ઘણે ચાલાક હત; તે અંગ્રેજોને પૂર્ણ રીતે ઓળખતે હતો, પણ વૃદ્ધ હેવાથી તે જાતે કંઈ કરી શક્યો નહીં. વળી બંગાળા પ્રાંતની બહાર તેને અધિકાર નહોતે, અને બાદશાહે દુરાગ્રહથી હાથમાં લીધેલું કામ અધુરૂં નાખી બીજી ભાંજગડ ઉપસ્થિત કરવા તેને બાદશાહની મંજુરી મળી નહોતી. આ સઘળાં કારણોને લીધે ચાઈલ્ડ માંગેલી માફી કબલ કરી બાદશાહે તા. 27 મી ફેબ્રુઆરી સને 1690 ને દીને નીચે પ્રમાણેનું ફરમાન અંગ્રેજ વકીલને આપ્યું. “અમારા સર્વ અપરાધની ક્ષમા કરવી, અમે દોઢ લાખ રૂપીઆ દંડ આપવા તૈયાર છીએ, અમારે જપ્ત કરેલે માલ અમને સ્વાધીન કરે, ફરીથી એવું હલકટ કામ અમે કરીશું નહીં” એવા પ્રકારની વિનંતિ સઘળા અંગ્રેજોએ શરણે આવી અત્યંત નમ્રતાપૂર્વક અમારી આગળ કરી છે. એ તેમની વિનંતિ માન્ય કરી બાદશાહ તેમને વેપારનો પરવાને પુનઃ આપે છે અને ફરમાવે છે કે મિ. ચાઈલ્ડને આવું બેઈમાન કામ કરવા સારૂ ઈસ્ટ ઈનડીઆ કંપનીએ નોકરીમાંથી કહાડી મુકો.” આ ફરમાન નીકળવા પહેલાં ત્રણ અઠવાડીઆં ઉપર ચાઈલ્ડ મરણ પામ્યો હતો. આ નવીન ફરમાનની નકલ બંગાળાના સુબેદારને મોકલવામાં આવી હતી, પણ ત્યાં જકાતના સવાલ ઉપર વિરોધ ઉત્પન્ન થયેલું હોવાથી ચાકે તેને નિકાલ સુબેદાર પાસેથી કરી લીધું. અગાઉની માફક પ્રતિવર્ષ ત્રણ હજાર રૂપિીઆ ભરી, જકાત નહીં આપતાં આયાત અને નિકાસ વેપાર ખુશીથી જોઈએ તેટલ કરવાની સુબેદારની મંજૂરી મેળવી ચાનક બંગાળામાં ગયો. તે વખતે સુબેદાર તરીકે અલીમર્દીનખાનને છોકરો ઈબ્રાહિમખાન નોજ આવેલો હતો; તેને પોતાની કારકિર્દીના આરંભમાં જ અંગ્રેજ કેદીઓને છોડી દેવાનું શુભ કામ કરતાં આનંદ થયો હતો. એણે બંગાળામાં અંગ્રેજોને યોગ્ય વ્યવસ્થા કરી આપી ત્યારે રવિવાર તા. 24 મી ઓગસ્ટ સને 169 ને