________________ 430 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. અને ફ્રાન્સને રાજ્ય વિસ્તાર યુરોપમાં પૂર્વ તેમજ પશ્ચિમ તરફ હોવાથી આ યુદ્ધની અસર બન્ને રાજ્યમાં સઘળે જણાઈ યુદ્ધના આરંભમાં ફ્રેન્ચ આરમાર અને કિલ્લાઓની સ્થિતિ સંતોષકારક નહોતી; પણ એ વિષયમાં અંગ્રેજો સંપૂર્ણ રીતે તૈયાર હોવાથી તેઓ જેર ઉપર આવ્યા. લડાઈ જાહેર થતાં એક મોટે અંગ્રેજ કાલે ફ્રેન્ચ લેકેના વેપારને નુકસાન પહોંચાડવાના હેતુથી આ તરફ આવવા માટે ઈગ્લેંડથી ઉપડયું હતું. કાન્સમાં કાફલે તૈયાર નહીં હોવાથી ફ્રેન્ચ સરકારે કેટલાંક વહાણે અહીં મેકલવા વિચાર કર્યો, પણ તે વખતસર તૈયાર થઈ નીકળી શક્યાં નહીં. આથી ગમે તે રીતે અંગ્રેજો સાથે મિત્રાચારી રાખી યુદ્ધ પ્રસંગ ઉડાવવા માટે કેન્ય કંપનીએ કુલેને ફરમાવ્યું. ડુપ્લેને વિચાર પણ તેજ હતા, પરંતુ તે પ્રમાણે અમલ કર શક્ય નહેતું એ તે સમયની હિંદુસ્તાનની પરિસ્થિતિ ઉપરથી સંપૂર્ણ રીતે તે જાણ હતું. આ દેશમાં ફ્રેન્ચ લેકોની કમતૈયારીથી અંગ્રેજો માહિતગાર હોવાથી લડાઈ કરવા તેઓ ખાસ ઉસુક હતા. મદ્રાસના ગવર્નર મિ. કૅસને પત્ર લખી ફુલેએ યુદ્ધ ન કરવા વિનંતી કરી, ત્યારે તેણે જવાબ વાળ્યું કે, ઇંગ્લેડથી લડાઈ કરવા બાબત હુકમ આવેલું હોવાથી એમાં હું નાઈલાજ છું.” આથી નાસીપાસ થઈ ફુલેએ આર્કટના નવાબ અવરૂદીનને સમજાવ્યું કે “આપણું દસ્તી ઘણું લાંબા કાળની હોવાથી એક યુરોપિયન પ્રજા બીજી પ્રજા સામે આપના મુલકમાં લડાઈ ચલાવે એ યોગ્ય નહીં, અને તેવો જે કોઈ બનાવ બને તે આપે અવશ્ય તે અટકાવવો જોઈએ.” આ રસ્તે અન્વરૂદીનને પસંદ પડવાથી તેણે અંગ્રેજ તેમજ કેન્ય અધિકારીઓને યુદ્ધ કરવાની સખત મનાઈ કરી, અને તેથી જ આવા બારીક પ્રસંગે ફ્રેન્ચ લેકેને નાશ થતો અટકે. : 2, બુબનમાં લાબુનેને કારભાર –કેન્ચ સરદાર લાબુનિએ સને 1725 માં માહી કબજે કર્યું એ આપણે ઉપર વાંચી ગયા છીએ. એ પછી ત્રણ ચાર વર્ષ પિતાની હિમત ઉપર હિંદી મહાસાગરમાં વેપાર કર્યા પછી તેણે કેટલેક વખત ગેવાન પોર્ટુગીઝ સરકારની નેકરી કરી