________________ 438 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. માટે જ હતે એમ તેને સંશય આવ્યો તે બેટો નહોતે. જેમ જેમ દિવસ જવા લાગ્યા તેમ તેમ નવાબને ગુસ્સો વધ્યો. “આ ફ્રેન્ચ લેકે કરે છે શું? એક વખત તેઓ આપણી આજ્ઞા માન્ય કરે છે, બીજી વખત આપણું વિરૂદ્ધ થવા ચુકતા નથી. એકવાર એમની ખેડ ભુલાવવી જોઈએ. તેમની પાસે ગમે તેટલી જ હશે તે પણ તેમનું એક માણસ તે આપણાં વસ, એવડી મોટી જ તેમની સામાં આપણે મોકલી શકીશું. તેમની સત્તા સમુદ્રકાંઠા ઉપર બે ત્રણ ઠેકાણે છે પણ આપણે આખા કર્નાટકના માલિક છીએ, માટે આપણી સાથે કરેલા કરાર પાળવાનું તેમને એક વખત શીખવવું જોઇએ.” નવાબે આ પ્રમાણે વિચાર કરી લાબડને પાસેથી મદ્રાસને હવાલો ડુપ્લેને મળે તે પૂર્વે એક નાનું લશ્કર તે તરફ મેકલાવ્યું, અને તેની મદદે બીજું 10,000 માણસનું લશ્કર તેના વડીલ પુત્ર માઝખાનની સરદારી હેઠળ તૈયાર રાખ્યું. | લાબુડને હિંદુસ્તાનથી નીકળી ગયું કે તરતજ એ લશ્કર મદ્રાસ આવી લાગ્યું. એક તરફથી લાબુનેએ દંડની રકમ ભરેથી મદ્રાસ અંગ્રેજો સેંપવા ઠરાવ કર્યો હતે; બીજી તરફ નવાબ તે શહેર લેવા તૈયાર થઈ આવ્યો હતો. આવી સ્થિતિમાં નવાબને મદ્રાસ નહીં આપ્યું અને ત્યાંના કિલ્લા વગેરેને નાશ નહીં કર્યો તે તેના હાથમાં ફ્રેન્ચ વિરૂદ્ધ એક મેટું શસ્ત્ર આપવા બરાબર થશે એમ હુસેને લાગ્યું. વળી નવાબનું લશ્કર પાસે હોવાથી તેમની નજર હેઠળ કિલ્લા વગેરે જમીન દેસ્ત કરવા એ સ્વાભાવિક રીતે તેમને અરૂચિકર લાગે. આ મુશ્કેલ પ્રસંગે ડુલેનું ડહાપણ તથા તેને દ્રઢ નિશ્ચય ઉત્તમ રીતે ઉપગમાં આવ્યાં. પહેલાં નવાબને સમજાવી સંતોષકારક રીતે તેના મનનું સમાધાન કરવું, અને તે પ્રયત્ન નિષ્ફળ જાય તે ગમે તેવું જોખમ વેઠી તેની સાથે લડાઈ કરવી એ ડુપ્લેએ ઠરાવ કર્યો. એ ઉપરથી તેણે મદ્રાસમાંના કેન્ય અધિકારીઓને કેઈપણ પ્રકારે નવાબનાં માણસને નહીં છંછેડવા, અને પ્રસંગ આવે બચાવ કરવાની તજવીજ રાખવા ફરમાવ્યું. મદ્રાસમાં ફ્રેન્ચનાં સુમારે 600 યુરોપિયન અને તેટલાં જ દેશી માણસે યુરોપિયન રીતે કવાયત શીખેલાં